Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૧૯૬૦૬ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૧૯૬૦૬ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૨૬.૦૭.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૬૩૫૫.૭૧ સામે ૬૬૪૩૪.૭૨  પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૬૪૩૧.૩૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૬૫.૯૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૫૧.૪૯ પોઈન્ટના ઉછાળા સાથે ૬૬૭૦૭.૨૦ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૯૬૯૧.૧૫ સામે ૧૯૭૨૨.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૯૭૦૭.૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૧.૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૨.૮૫  પોઈન્ટના ઉછાળા સાથે ૧૯૭૭૪.૦૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

બુધવારે યૂએસ ફેડના પોલિસી નિર્ણય અગાઉ સાર્વત્રિક લેવાલીથી સ્થાનિક શેરબજારમાં તેજી જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ ૩૫૧ પોઈન્ટ્સ વધીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૯૭૫૦ની ઉપર બંધ રહ્યો હતો.રિલાયન્સ, લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા મોટર્સ અને ઈન્ફોસિસ સહિતના હેવીવેઈટ શેરોમાં જોવા મળેલા આકર્ષણને કારણે શેરબજારમાં તેજી જોવા મળી હતી.બીએસઈમાં સેક્ટોરલ ઈન્ડાઈસિસની વાત કરીએ તો કેપિટલ ગૂડ્ઝ,એએફએમસીજી, ટેલીકોમ,બેન્ક, આઈટી, ટેકનો અને રિયલ્ટી શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી.એક માત્ર કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ શેરોને બાદ કરતા તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા.

BSE સેન્સેક્સ પેકમાં સૌથી વધુ લાર્સન એન્ડ ટુબ્રોના શેરોમાં સૌથી વધુ ૩.૩૦%નો ઉછાળો જોવા મળ્યો હતો અને વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં આઈટીસી, સન ફાર્મા, રિલાયન્સ, એક્સિસ બેન્ક, કોટક બેન્ક, ઈન્ફોસિસ અને એસબીઆઈનો સમાવેશ થાય છે.BSE સેન્સેક્સ પેકમાં આજે બજાજ ફાઈનાન્સના શેરો સૌથી વધુ ૨.૨૯% ઘટ્યા હતા.રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રા અને એશિયન પેઈન્ટ્સનો સમાવેશ થાય છે.

NSE નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ લાર્સન એન્ડ ટુબ્રોના શેરોમાં સૌથી વધુ ૩.૫૬%નો ઉછાળો જોવા મળ્યો હતો.ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં સિપ્લા, આઈટીસી, બ્રિટાનિયા અને સન ફાર્માનો સમાવેશ થાય છે.બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ બજાજ ફાઈનાન્સના શેરમાં ૧.૭૪%નો ઘટાડો નોંધાયો હતો.રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં બજાજ ફિનસર્વ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અપોલો હોસ્પિટલ અને ટેક મહિન્દ્રાનો સમાવેશ થાય છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૯૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૨૮ અને વધનારની સંખ્યા ૧૯૦૭ રહી હતી,૧૬૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૩૪% ઘટીને અને ૦.૨૨% વધીને બંધ રહ્યા હતા.

બજારની ભાવિ દિશા….મિત્રો,આગામી દિવસોમાં જુલાઈ વલણનો અંત, કોર્પોરેટ પરિણામો, યુ.એસ. ફેડરલ રિઝર્વ, બેંક ઓફ ઈંગ્લેન્ડ, ઈસીબી સેન્ટ્રલ બેંકોની મીટિંગ પર નજર રહેશે.ચોમાસાની સારી પ્રગતિના પરિણામે એક તરફ કૃષિ ક્ષેત્રે ચાલુ વર્ષમાં મબલક પાકની અપેક્ષા અને એના થકી મોંઘવારી-ફુગાવાને અંકુશમાં લેવાનું સરકાર માટે સરળ બનવાની અપેક્ષા અને ગ્રામીણ અર્થતંત્રની  એના થકી મજબૂત વૃદ્વિએ આર્થિક વૃદ્વિને વેગ મળવાની અપેક્ષા અને કોર્પોરેટ કામગીરી પણ વધુ મજબૂત બનવાની અપેક્ષામાં સેન્ટીમેન્ટ તેજીનું રહ્યું હતું.ચીન દ્વારા વધુ સ્ટીમ્યુલ્સના સંકેતે એશિયાના શેરબજારોને ટેકો મળ્યો હતો.જૂન ત્રિમાસિક ગાળાના પરિણામોની મોસમ પૂરજોશમાં ચાલી રહી હોય કંપનીઓના પરિણામો પર પણ બજારની નજર રહેલી છે.સંસદના ચાલી રહેલા ચોમાસું સત્ર અને દેશમાં ચોમાસાની પ્રગતિ સાથે કંપનીઓના પરિણામોમાં ૨૭, જુલાઈ ૨૦૨૩ના બજાજ ફિનસર્વના રિઝલ્ટ પર નજર વચ્ચે આગામી દિવસોમાં ફંગોળાતી ચાલમાં સેન્સેક્સ અને નિફટી ફ્યુચર અથડાતાં જોવાય એવી શકયતા છે. સારા ફંડામેન્ટલ ધરાવતી અને સારા પરિણામ આપનારી સ્મોલ કેપ અને મિડ કંપનીઓના સિલેક્ટીવ શેરો બજારની ઈન્ડેક્સ બેઝડ ચાલથી વિપરીત સારૂ પરફોર્મ કરતાં જોવાય.જેથી સારા વળતર માટે સ્ટોક સ્પેસિફિક સિલેક્ટીવ અભિગમ અપનાવવો સલાહભર્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપહેલા અંજૂથી બની ફાતિમા, સાક્ષીઓની સામે 10 તોલા સોનાના દહેજ પર નસરુલ્લા સાથે લગ્ન
Next articleઅબજોપતિઓની દુનિયામાં ગૌતમ અદાણી મસ્ક-અંબાણીને પાછળ છોડીને બન્યા નંબર-1!..
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.