Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૧૯૩૦૩ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૧૯૩૦૩ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૧૨.૦૭.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૫૬૧૭.૮૪ સામે ૬૫૭૫૯.૨૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૫૩૨૦.૨૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૯૧.૩૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૩.૯૪ પોઈન્ટના ઘટાડા સાથે ૬૫૩૯૩.૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૯૫૦૦.૮૫ સામે ૧૯૫૩૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૯૪૫૦.૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૩.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૯.૫૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૯૪૬૧.૩૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

બુધવારે સ્થાનિક શેરબજાર ભારે ઉતાર-ચઢાવ બાદ રેડ ઝોનમાં બંધ રહ્યું હતું.જૂન ક્વાર્ટરના પરિણામોની મોસમ શરુ થતા અગાઉ છેલ્લા કલાકમાં ભારે વેચવાલીથી બીએસઈ સેન્સેક્સ ૨૨૪ પોઈન્ટ્સ ઘટીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૯૪૦૦ ની નીચે બંધ રહ્યો હતો.આઈટી અને ટેકનો શેરોમાં છેલ્લા એક કલાકમાં ભારે વેચવાલી જોવા મળી હતી. ભારતીય શેરબજાર આઈટી કંપનીઓના નાણાકીય પરિણામ અને અમેરિકા તેમજ ઘરઆંગણાના ફુગાવાના આંકડા આવતા પહેલાં વોલેટાઈલ રહ્યું હતું અને ટ્રેડિંગ સત્રને અંતે રેડ ઝોનમાં બંધ રહ્યું હતું.આઈટી, ટેકનો અને ટેલીકોમ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી.ઈન્ફ્લેશન ડેટા અગાઉ જોવા મળેલી તેજીની અસર વિશ્વના અન્ય બજારો પર પણ પડી હતી અને એશિયાના બજારોમાં આજે સવારે તેજી તરફી ટ્રેડિંગ જોવા મળ્યું હતું.ઘરેલૂ બજારમાં આજથી પરિણામોની મોસમ શરુ થઈ રહી હોવાથી ટીસીએસ અને એચસીએલ કંપનીઓના પરિણામો પર રોકાણકારોની નજર રહેશે અને શેરબજારમાં સ્ટોક સ્પેશિફિક મૂવમેન્ટ જોવા મળી શકે છે.

BSE સેન્સેક્સ પેકમાં સૌથી વધુ કોટક બેન્કના શેરોમાં સૌથી વધુ ૦.૮૧%નો ઉછાળો જોવા મળ્યો હતો અને વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એશિયન પેઈન્ટ્સ, સન ફાર્મા, નેસ્લે ઈન્ડિયા, ટાઈટન એસબીઆઈ અને રિલાયન્સનો સમાવેશ થાય છે.BSE સેન્સેક્સ પેકમાં ટાટા મોટર્સના શેરો સૌથી વધુ ૧.૩૦% ઘટ્યા હતા.રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ઈન્ફોસિસ, અલ્ટ્રાકેમ્કો, એનટીપીસી, ઈન્ડસઈન્ડ બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો, એચસીએલ ટેકનો, મારુતિ, એચડીએફસી બેન્ક અને પાવરગ્રીડનો સમાવેશ થાય છે.

NSE નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ ઓએનજીસીના શેરોમાં સૌથી વધુ ૧.૯૧%નો ઉછાળો જોવા મળ્યો હતો.ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં આઈશર મોટર્સ, નેસ્લે ઈન્ડિયા, કોટક બેન્ક અને એસબીઆઈ લાઈફનો સમાવેશ થાય છે.બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં ૧.૩૬%નો ઘટાડો નોંધાયો હતો.રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટાટા મોટર્સ,અલ્ટ્રાકેમ્કો,ઈન્ફોસિસ અને અદાણી પોર્ટસનો સમાવેશ થાય છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૦૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૦૯ અને વધનારની સંખ્યા ૧૭૫૧ રહી હતી,૧૪૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૪૮% અને ૦.૫૭% વધીને બંધ રહ્યા હતા.

બજારની ભાવિ દિશા….મિત્રો,ચાઈના સાથે યુરોપ સહિતનાવિકસીત દેશો આર્થિક પડકારોમાંથી પસાર થઈ રહ્યા હોઈ એક તરફ ચાઈનામાં આર્થિક મંદ વૃદ્વિને અટકાવી ઝડપી વિકાસના પંથે લઈ જવાના પ્રયાસમાં સ્ટીમ્યુલસ પગલાં અને બીજી તરફ યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા આગામી મીટિંગમાં અપેક્ષિત વ્યાજ દર વધારાને  લઈ વૈશ્વિક બજારોમાં સાધારણ મજબૂતી સામે ભારતમાં ચોમાસાની સારી પ્રગતિ અને કોર્પોરેટ પરિણામોની તૈયારી સાથે કોર્પોરેટ જાયન્ટોમાં વેલ્યુ અનલોકિંગના ભાગરૂપ મેગા ડિમર્જરની શરૂઆત થતાં વધતી તકોને લઈ ફંડોની શેરોમાં સતત ખરીદી રહી હતી.ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) સતત ખરીદી સાથે મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણકારોનું સ્મોલ, મિડ કેપ ફંડોમાં રોકાણ વધી રહ્યાના આંકડા વચ્ચે તેજીને વેગ મળ્યો હતો.ચોમાસાની દેશભરમાં સારી પ્રગતિએ ફુગાવો-મોંઘવારીમાં ઘટાડાની શકયતા અને આર્થિક પરિબળો ભારતની તરફેણમાં રહેતાં આગામી સમય ભારતની ઝડપી આર્થિક વૃદ્વિનો બની રહેવાની અપેક્ષા અને બીજી તરફ વૈશ્વિક મોરચે વિકસીત રાષ્ટ્રોમાં આર્થિક પડકારોને લઈ ભારતીય બજારોમાં રોકાણ પર ઊંચા વળતરની મોટી તકો જોઈ વિદેશી સંસ્થાકીય રોકાણકારો,ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો(એફપીઆઈઝ) સતત જંગી ડોલરિયો રોકાણ પ્રવાહ ઠાલવી રહ્યા છે.નવા આગામી સપ્તાહમાં  શરૂ થતી કોર્પોરેટ પરિણામોની સીઝનમાં ૧૩,જુલાઈના રોજ વિપ્રો લિ.ના રિઝલ્ટ પર બજારની પ્રમુખ નજર  રહેશે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓના મોતનો સિલસિલો યથાવત, હવે નર ચિત્તા તેજસનું મોત
Next articleED ચીફના કાર્યકાળને ગેરકાયદેસર જાહેર કરવાનો મામલો : કેન્દ્રીય ગૃહમંત્રીનો વિપક્ષીપાર્ટીઓ પર પલટવાર
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.