Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૧૮૮૮૦ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૧૮૮૮૦ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

Stock market data with uptrend vector. 3d render.

રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૨૮.૦૬.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૩૪૧૬.૦૩ સામે ૬૩૭૦૧.૭૮  પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૩૫૫૪.૮૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૯૫.૬૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૯૯.૩૯ પોઈન્ટના ઉછાળા સાથે ૬૩૯૧૫.૪૨ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૮૮૧૧.૨૦ સામે ૧૮૮૫૦.૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૮૪૫.૩૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૪.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૫.૧૦  પોઈન્ટના ઘટાળા સાથે ૧૮૯૬૬.૩૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સ્થાનિક  શેરબજારમાં ચોતરફી લેવાલીથી ફુલગુલાબી તેજી જોવા મળી હતી અને સેન્સેક્સ અને નિફ્ટી નવી ટોચે બંધ રહ્યા હતા.સારા ચોમાસાના આશાવાદ,એચડીએફસીના મર્જરની પ્રક્રિયા પૂર્ણ થયાની જાહેરાત અને જૂન સીરિઝ એક્સપાયરી અગાઉ જોવા મળેલા રોલઓવરને કારણે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો અને બજારનો અંડરટોન એકદમ મજબૂત જોવા મળ્યો હતો. ઘરેલૂ શેરબજારમાં એફઆઈઆઈની અને અદાણી ગ્રુપ કંપનીઓના શેર્સમાં જીક્યૂજી પાર્ટનર્સની લેવાલીથી સોનામા સુગુંધ ભળી હોય તેમ બુધવારે શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ ૪૯૯પોઈન્ટ્સ વધીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ઈન્ટ્રાડે માંપ્રથમવાર ૧૯૦૦૦ની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવવામાં સફળ રહ્યો હતો જ્યારે સેન્સેક્સે પણ પહેલી વાર જ ઈન્ટ્રાડે માં ૬૪૦૦૦ની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવી હતી.અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરોમાં ૫.૬૩% સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો.

BSE સેન્સેક્સ પેકમાં સૌથી વધુ ટાટા મોટર્સ શેરોમાં સૌથી વધુ ૨.૩૩%નો ઉછાળો જોવા મળ્યો હતો અને વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં સન ફાર્મા, ટાઈટન, ઈન્ડસઈન્ડ બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો, રિલાયન્સ, ઈન્ફોસિસ, એનટીપીસી, બજાજ ફાઈનાન્સ અને પાવરગ્રીડનો સમાવેશ થાય છે.BSE સેન્સેક્સ પેકમાં ટેક મહિન્દ્રાના શેરો સૌથી વધુ ૦.૯૫% ઘટ્યા હતા.રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, કોટક બેન્ક, એચસીએલ ટેકનો અને વિપ્રોનો સમાવેશ થાય છે.

NSE નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરોમાં સૌથી વધુ ૫.૬૩%નો ઉછાળો જોવા મળ્યો હતો.ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં અદાણી પોર્ટ્સ, જેએસડબલ્યૂ સ્ટીલ, બજાજ ઓટો અને સન ફાર્માનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ એચડીએફસી લાઈફના શેરમાં ૧.૧૨% નો ઘટાડો નોંધાયો હતો. રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટેક મહિન્દ્રા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અપોલો હોસ્પિટલ અને હિરો મોટોકોર્પનો સમાવેશ થાય છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૨૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૦૯ અને વધનારની સંખ્યા ૧૭૯૦ રહી હતી,૧૨૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.તમામ સેક્ટોરલ ઈન્ડાઇસિસ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૭૩% અને ૦.૦૮%વધીને બંધ રહ્યા હતા.

બજારની ભાવિ દિશા….મિત્રો,ભારતીય શેરબજાર ઐતિહાસિક ઊંચાઈને સ્પર્શી ગયું છે.નેશનલ સ્ટોક એક્સચેન્જ (Nifty 50) એ તેના જૂના ઓલ ટાઈમ હાઈ રેકોર્ડને પાછળ છોડીને નવી ઊંચાઈ હાંસલ કરી છે. આ સાથે જ ગ્લોબલ માર્કેટથી આવી રહેલા પોઝિટિવ સંકેતોએ નિફ્ટીમાં તાકાત ભરી છે.જેના સહારે તેણે ઐતિહાસિક ઊંચાઈ પ્રાપ્ત કરી છે.પરંતુ હાલ તુરત ભારતીય બજારોમાં અનેક શેરોમાં બેફામ તેજી જોવાયા બાદ  ઘણાં શેરોમાં વેલ્યુએશન  ઓવર થઈ જતાં બજારની તંદુરસ્તી માટે હેલ્થી કરેકશન અનિવાર્ય બની શકે છે.જ્યારે ઘર આંગણે ફોરેન ફંડો અને લોકલ ફંડોની વેચવાલી અટકે છે કે વધતી જોવાય છે એ હવે ચોમાસાની પ્રગતિ પર નજર રહેશે.ચોમાસું પહેલા જ વિલંબમાં પડયું હોવાથી હવે આગામી દિવસોમાં પ્રગતિ મહત્વની બની રહેશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતની ઐતિહાસિક સિદ્વિ અને બન્ને દેશો વચ્ચે આર્થિક સહયોગ વધવાના પોઝિટીવ ડેવલપમેન્ટને જોતાં આગામી દિવસોમાં ભારતીય બજારોમાં વિદેશી રોકાણકારોનો રોકાણ પ્રવાહ મોટાપાયે વધતો જોવાઈ શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએક સમયે જીવન હારી જવા માંગતી પરંતુ એક ચમત્કારે બદલી જૈસ્મીન ભસીનનું નશીબ
Next articleદૈનિક રાશિફળ (તા.૩૦-૦૬-૨૦૨૩)
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.