Home ગુજરાત “નવરાત્રી વેકેશન”..ભાજપ સરકાર હિન્દુઓને ઉંધા ગરબા રમાડે છે…..!?

“નવરાત્રી વેકેશન”..ભાજપ સરકાર હિન્દુઓને ઉંધા ગરબા રમાડે છે…..!?

640
0

(જી.એન.એસ.) ગાંધીનગર. તા.6
સરકાર કેવા નિણર્ય લે છે તેના પર કોઈ પણ દેશ- રાજ્યના વિકાસનો આધાર રહેલો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપની સત્તા છે. આ રાજ્યમાં એવો વર્ગ કહેવાવાળો છે કે ગુજરાતમાં તો હિન્દુત્વની સરકાર છે. પણ ભાજપે તો હિંદુઓને ઉલટી રીતે ગરબા રમતા કરી દીધા છે. ગયા વર્ષે ગુજરાત સરકારે શાળાઓ અને કોલેજોમાં નવરાત્રિનું વેકેશન આપવાનો નિણર્ય લીધો હતો. આજે કેબિનેટ બેઠકમાં એવો નિર્ણય લેવાયો છે કે હવે નવરાત્રિના વેકેશન પર બ્રેક લગાવી દીધી છે. ગુજરાત સરકારના આ નિણર્યથી એવું સાબિત થાય છે કે કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર જ નિણર્ય લેવામાં આવે છે અને તેમાં કોઈ વિઝન હોતું નથી. ભાજપના નેતાઓમાં એટલું હિન્દુત્વનું ઝેર પ્રસરાઇ ગયું છે કે ક્યારેક નવરાત્રિમાં વેકેશન તો ક્યારેક ભણતર… એટલે નવરાત્રિ વેકેશન… ભાજપ સરકાર હિંદુઓને ગરબા રમાડે છે…?!
ગુજરાત સરકારે 2018મા નવરાત્રી વેકેશન આપ્યું હતું.અને જણાવ્યું હતું કે આ હિન્દઓનો મોટો તહેવાર ગણવામાં આવે છે.દરેક હિન્દૂ લોકો માતાજીની પૂજા અર્ચના તેમજ રાત્રે ગરબા રમે છે આથી બાળકો ખુલ્લા મનથી ગરબા ગુમી શકે તે માટે નિર્ણય લેવાયો છે.નવરાત્રી વેકેશનનો નિર્ણય ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી વિભારવી દવે એ લીધો હતો.જ્યારે આ નિર્ણય વિભારવી દવે દ્વારા જાહેર કરવમાં આવ્યો ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તેમજ શિક્ષણના કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ અજાણ હતા.તેઓએ જણાવેલ કે અમને આ નિર્ણય મુદ્દે કોઈ જાણ નથી પણ મંત્રીએ લીધેલ નિર્ણયની આબરૂ ના જાય તે માટે અથવા 2o19ની ચટણી નજીક હતી તેના કારણે શુ હતું તે ખબર નહિ પરંતુ આખરે આ નિર્ણયને સરકરે મહોર મારી હતી.અને નવરાત્રી વેકેશન આપવામાં આવ્યું હતું.પરંતુ ઘણા સમયથી વેકેશનના નિર્ણયનો વિરોધ શાળા સંચાલકો દ્વારા કરવમાં આવતો હતો.આ નિર્ણય માટે ઘણી વખત સરકારે મીટીંગો કરી હતી કે 2o19મા નવરાત્રી વેકેશન આપવું કે નહીં. આપવું પરંતુ થોડા દિવસ પહેલા એવો નિર્ણય લેવમાં આવ્યો હતો કે ચાલુ વર્ષે પણ નવરાત્રિ વેકેશન આપવું.પરંતુ આજે કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે નવરાત્રી વેકેશન રદ કરી દેવું.આજે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે જે 2o18મા જે નવરાત્રી વેકેશન આપવામાં આવ્યું હતું તેને લઈને આજે કેબિનેટમાં ચર્ચા કરવમાં આવી અને આખરી નિર્ણય લેવમાં આવ્યો કે નવરાત્રી વેકેશન રદ કરી દેવું. કેબિનેટ સર્વસ્વ છે તેવું ચુડાસમાએ જણાવેલ.ત્યારે એક બાજુ એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે નવરાત્રીને હિન્દૂ તહેવાર માનીને 2o18મા વેકેશન આપવામાં આવ્યું હતું તો કેમ 2o19મા નહીં. એવી પણ વાતો વહેતી થઈ છે કે સરકારે 2018માં નવરાત્રિમાં એટલી વેકેશન આપ્યું હતું કે 2019 માં લોકસભાની ચૂંટણી નજીક હતી. અને હિન્દુઓના વૉટ મળી શકે. તે માટે તો આ નિર્ણય લેવામાં નોહતો આવ્યો ને? કે પછી શાળાના સંચાલકો આગળ સરકારને ઘૂંટણીએ પાડવાનો વારો તો નથી આવ્યો ને? શુ સંચાલકોના દબાણના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે? કે પછી 2019 ની ચૂંટણી પૂર્ણ થઈ ગઇ એટલે આ નિર્ણય લેવામાં આવ્યો છે?ચર્ચા એવી પણ છે કે ભાજપ સરકાર આમ પણ લોલીપોપ આપવામાં માહિર છે.આ વખતે સરકાર હિંદુઓને નવરાત્રીનું વેકેશન આપી વોટ લઇ ગઈ અને પોતાનો સ્વાર્થ પૂરો થઈ ગયો એટલે આ વર્ષે હિન્દૂ તહેવાર નવરાત્રીનું વેકેશન રદ કરી દીધું. કેમ આ નિર્ણય બદલવામાં આવ્યો તે પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસ્કિલ ડેવલોપમેન્ટ સેક્ટરમાં ગુજરાત પ્રવાસનની નવી પહેલ….
Next articleગુજરાતમાં ફરી થશે પેટાચૂંટણીઓ: ચાર ધારાસભ્યોએ આપ્યા રાજીનામા