Home ગુજરાત ગુજરાતમાં ફરી થશે પેટાચૂંટણીઓ: ચાર ધારાસભ્યોએ આપ્યા રાજીનામા

ગુજરાતમાં ફરી થશે પેટાચૂંટણીઓ: ચાર ધારાસભ્યોએ આપ્યા રાજીનામા

494
0

(જી.એન.એસ.-કાર્તિક જાની)
ગુજરાત વિધાનસભાના ચાર ધારાસભ્યોએ આજે રાજીનામા આપ્યા.કેમ કે ગુજરાતમાં 2019મા લોકસભાની ચૂંટણી હતી તેમાં ભાજપના ચાર એવા ઉમેદવાર હતા જે ચાલુ ધારાસભ્ય હતા.ભાજપે તેમના ઉપર વિશ્વાસ મૂકીને તેમને લોકસભાની ટીકીટ આપી હતી.લોકસભાની ચૂંટણીનું પરિણામ 23મેં ના રોજ આવતા ગુજરાતમાં ભાજપે26 સીટો ઉપર પોતાનો ફરી દબદબો જાળવી રાખતા વિજય મેળવ્યો હતો ભાજપે જે ચાર ધારાસભ્યોને ટીકીટ આપી હતી તે જંગી બહુમતીથી જીત મેળવતા તેઓ લોકસભામાં વિજયી બન્યા હતા.હસમુખ પટેલ અમરાઈવાડી વિધાનસભા બેઠક પરથી વિજેતા થયા હતા તેમજ ભરતસિંહ ડાભી પાટણ ખેરાલુ રતનસિંહ રાઠોડ મહીસાગર લુણાવાડા તેમજ પરબત પટેલ બનાસકાંઠા થરાદથી વિધાનસભા જીત્યા હતા તેઓ લોકસભામા જીત મેળવતા આજે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને વિધાનસભ્ય પદેથી રાજીનામા આપી દીધા અને વિધાનસભા અધ્યક્ષે શુભેચ્છા પાઠવી કહ્યું કે ગુજરાતનું નામ રોશન કરો અને લોકોની સેવા કરો તેવી શુભકામના પાઠવી હતી ત્યારે લોકસભા જીતેલા ઉમેદવારોએ રાજીનામુ આપી મીડિયા સમક્ષ વાત ચીત કરતા જણાવ્યું કે સો પ્રથમ પોતાના મતવિસ્તારમાં જે સમસ્યા છે તેનું કેવી રીતે નિરાકરણ કરવું તેને સો પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.વધુ જણાવતા કહ્યું કે જે લોકો અમારી સમક્ષ સમસ્યા લઈને આવશે તેનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે.ગુજરાતમાં ભાજપે 26 સીટો જીત હાંસલ કરી છે.ત્યારે ગુજરાતના ઘણા એવા વિસ્તારો છે જયાં મુખ્યત્વે પાણીની સમસ્યા જોવા મળે છે હવે જોવાનું રહ્યું કે પ્રાથમિક સમસ્યાનું ક્યારે નિરાકરણ લાવવામાં આવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article“નવરાત્રી વેકેશન”..ભાજપ સરકાર હિન્દુઓને ઉંધા ગરબા રમાડે છે…..!?
Next articleપાણી વગરના રૃપાણીના રાજમાં મહિલાઓ અસલામત: કાયદો-વ્યવસ્થા ભગવાન ભરોસે