Home ગુજરાત સ્કિલ ડેવલોપમેન્ટ સેક્ટરમાં ગુજરાત પ્રવાસનની નવી પહેલ….

સ્કિલ ડેવલોપમેન્ટ સેક્ટરમાં ગુજરાત પ્રવાસનની નવી પહેલ….

361
0

(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૪
ગુજરાત પ્રવાસન દ્વારા સ્કિલ ડેવલોપમેન્ટ સેક્ટરમાં નવીનતમ પહેલ કરવામાં આવી છે.હવે ગ્રેજ્યુએટ પછી જે પોસ્ટ ગ્રેજ્યુએટ નો કોર્ષ કરવા માંગતા હોય તેમના માટે ખુશીના સમાચાર છે. હવે ગુજરાત પ્રવાસન દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ટ્રાવેલ્સ એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ નો કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે.આ કોર્ષ 2019માં શરૂ કરી દેવામાં આવ્યો છે આ કોર્ષ ગુજરાત પ્રવાસન અને ગુજરાત યુનિવર્સીટીના સયુંકત પ્રયાસોથી ગુજરાત યુનિવર્સીટીમાશરૂ કરવામાં આવેલ છે.જે જૂન મહિનાથી શરૂ કરી દેવામાં આવશે અને આ કોર્ષના ફોર્મ ઓનલાઈન તેમજ ઓફલાઇન ભરવામાં આવશે.આ કોર્ષ દરેક ગ્રેજ્યુએટ વિધાર્થી કરી શકશે.ટુરિઝમ વિભાગના કામિશનરે જણાવ્યું કે આ કોર્ષનો સમય ગાળો 1 વર્ષનો રહશે.તેમજ આ કોર્ષની ફી 44000 હજાર છે.જેમા રાજ્ય સરકાર 33000 આપશે.અને 11000 વિધાર્થીને ભરવાના રહશે.
આ કોર્ષમાં વિધાર્થીને કલાસરૂમ સ્ટડી ઉપરાંત ઓન ધ જોબ ટ્રેનિંગ હશે.આ કોર્ષ કર્યા પછી વિધાર્થીને ટ્રાવેલ કંસલટટ,ટુર એરકોટર્સ,ઓપરેશન એકીસ્ક્યુટિવ,કસ્ટમર સર્વિસ વગેરેમાં રોજગારી મળી શકશે. આ કોર્ષમાં જોડાનાર વિધાર્થીઓને ફીમાં ગુજરાત સરકાર દ્વારા 75 ટકા જેટલી રાહત મળશે.આ કોર્ષ કરનાર દરેક વ્યક્તિને ટુરિઝમ અને આતિથ્ય ક્ષેત્રમાં રોજગારીની ખાત્રી આપવામાં આવે છે.રાજ્ય સરકારના આ પ્રયાસથી ટ્રાવેલ અને ટુરિઝમ ક્ષેત્રમાં રોજગરીમાં વધારો થશે તેમજ ઇન્ડસ્ટ્રીમાં રસ દાખવતા વિધારથીઓના ભવિષ્યને નવી દિશા મળશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleથાવાણીની ‘લુખ્ખાગીરી’ બાદ ‘ભાઈગીરી’ઃ માર મારનાર મહિલાને ‘બહેન’ બનાવી
Next article“નવરાત્રી વેકેશન”..ભાજપ સરકાર હિન્દુઓને ઉંધા ગરબા રમાડે છે…..!?