Home ગુજરાત નગરપાલિકાની ચૂંટણીઓમાં નોટા અંગે અસમંજસ : ચાર ઉમેદવારની પસંદગી પણ NOTAનું બટન...

નગરપાલિકાની ચૂંટણીઓમાં નોટા અંગે અસમંજસ : ચાર ઉમેદવારની પસંદગી પણ NOTAનું બટન એક જ…!?

620
0

(જી.એન.એસ.) ગાંધીનગર, તા.10

મતદાર વોર્ડ દીઠ ૪ ઉમેદવારો ને મત આપી શકે છે અને નોટા ઉપયોગ કરશે તો કોઈ પણ ઉમેદવાર ને મત નહિ જાય પણ જો કોઈ ૧ કે ૨ ને મત આપે છે તો મત આપ્યા બાદ ફરજીયાત રજીસ્ટર બટન દબાવી મત આપી શકે છે પરંતુ બાકીના મત નોટા માં ગણતરી માં લેવામાં આવતા નથી મતદાર ની તાકાત ૪ મત ની છે પરંતુ ૨ મત આપે તો બાકીના ૨ મત NOTA માં આપી શકતો નથી

રાજ્યભરમાં 75 નગરપાલિકાઓ માટે ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે મતદારોના નાપસંદગીના મતાધિકાર તરાપ મારવામાં આવી રહી હોય તેવું જાગૃત મતદારોમાં ચર્ચાઇ રહ્યું છે. નગરપાલિકાની ચૂંટણીઓમાં NOTA અંગે અસમંજસ પ્રવર્તી રહી છે. પાલિકા ચૂંટણીમાં ઉમેદવાર ચારની પસંદગી કરવાની અને  NOTAનું બટન એક જ આપવામાં આવનાર છે, આ અંગે મહીસાગર જિલ્લાના જાગૃત મતદારે રાજ્યચૂંટણી આયોગમાં લેખિત રજુઆત કરેલ છે.

નગરપાલિકાની ચૂંટણીઓમાં નામદાર ગુજરાત હાઇકોર્ટ  સમક્ષ દાખલ થયેલ  સ્પે.સી.એ  ૧૩૫૫૨/ ૨૦૧૫માં નામદાર ગુજરાત હાઇકોર્ટ તા.૩૦/૧૦/૨૦૧૫ ના  હુકમ  અન્વયે નોટા (NOTA)નો અમલ  કરવામાં આવી રહ્યો છે.

નગરપાલિકાઓની ચૂંટણીના મતદાનમાં  પ્રત્યેક વોર્ડમાં મતદારોએ હરીફ ઉમેદવારોમાંથી વધુમાં વધુ ચાર ઉમેદવારો પસંદ કરવાના છે. ઇવીએમના બેલેટ યુનિટમાં ઉમેદવારોના નામ પછી છેલ્લે NOTA એટલે કે નન ઓફ ધી એબોવ (ઉપરોક્તમાંથી કોઇ નહીં) નો વિકલ્પ ઉપલબ્ધ છે એટલે જેમને કોઇ ઉમેદવાર સ્વીકાર્ય નથી એવા મતદારો પોતાની ના પસંદગી દર્શાવવા નોટાની ચાંપ દબાવી શકે છે. બેલેટ યુનિટમાં ઉમેદવારોના નામ અને નિશાન સાથેની યાદી અને તેના અંતે નોટા રાખવામાં આવે છે. મતદારે પોતાના વધુમાં વધુ ચાર ઉમેદવારોને મત આપવાનો છે. ચારથી ઓછા ઉમેદવારોને પણ મત આપી શકાય છે પણ ચારથી વધુ ઉમેદવારોને મત આપવા શક્ય નથી.

મતદારે પોતાની પસંદગીના ઉમેદવારો સામેની ચાંપો દબાવ્યા પછી છેલ્લે રજિસ્ટરનું બટન દબાવવું જરૂરી છે. કારણ કે તે પછી તેમનું મતદાન રેકોર્ડ થશે અને મતદાનની પ્રક્રિયા પૂરી થશે. જો કોઇ ઉમેદવાર પસંદ હોય તો મતદારે નોટા સામેનું બટન દબાવ્યા પછી રજિસ્ટરનું બટન દબાવવાનું રહેશે. એટલે કે પસંદગીના ઉમેદવારોને મત આપો કે નોટાની પસંદગી કરો, મતદાનની પ્રક્રિયા પૂરી કર્યા પછી રજિસ્ટરનું બટન મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે દબાવવું જરૂરી છે. અત્રે પણ ઉલ્લેખનીય છે કે તમામ ઉમેદવારો નાપસંદ હોય તો નોટાનો વિકલ્પ ઉપલબ્ધ રહે છે. ચારને બદલે બે ઉમેદવારોને મત આપનાર કે, એક કે ત્રણ ઉમેદવારોને મત આપનાર, તે પછી બાકીના મત માટે નોટાનો ઉપયોગ કરી શકતો નથી.તો આવી સ્થિતિમાં મતદાર સિંગલ, ડબલ કે ત્રિપલ વોટ કરે તો બાકીના વોટની NOTAમાં ગણતરી થશે કે કેમ તેની દ્વિધાભરી સ્થિતિ મતદારોમાં જોવા મળી રહી છે.

વીજાણું મતદાન યંત્રો (EVM) દ્વારા કરવામાં આવી  રહેલી  નગરપાલિકા ચૂંટણીઓમાં નવીન સુધારા મુજબ ૫૦  ટકા  મહિલા અનામત  સામે કુલ  ચાર  સભ્ય વોર્ડવાઇઝ ચૂંટવાના છે તેમાં દરેક મતદારને ચાર મત આપવાનો  અધિકાર છે.  પરંતુ  તેની સામે  NOTA નું માત્ર  એક જ  બટન  આપવામાં  આવનાર છે. જો  તે  NOTA નો ઉપયોગ કરે તો  તમામ ઉમેદવારો ને  નકારી કાઢે છે. એના  અર્થ એવો  થાય  કે ધારો કે મતદાર બે  ઉમેદવારને પસંદ કરે  છે  અને  બે  ઉમેદવારને પસંદ નથી  કરતો તો  તેના માટે  NOTA નો વિકલ્પનો ઉપયોગ કરી શકતો નથી  આવું એક મત  આપ્યા પછી ક્રમશઃ ત્રણ મત માટે બની શકે છે.

જો  ખરેખર નગરપાલિકામાં NOTAનો વિકલ્પ આપવો હોય તો ચાર સભ્યોની ચૂંટણી માટે ચાર  અલગ  અલગ  NOTA  બટન  અથવા તો એક  વખત  NOTA નો  ઉપયોગ કર્યો તો  તેને ગુણાંકમા કરીને NOTA ની  ગણતરી  કરવામાં આવે  તો  સાચી રીતે મતદારના મતાધિકારનો ઉપયોગ  થઇ  શકશે. જો મતદાર સિંગલ એક મત  આપે  તો  અન્ય ઉમેદવારો માટે તેનો મત NOTA ગણી શકાય? અને તેની ગણતરી મતમાં કેવી રીતે લઇ શકાય ? આવું માત્ર નગરપાલિકાની ચૂંટણીમાં થાય છે. કારણ કે, નગરપાલિકાની ચૂંટણીઓમાં વોર્ડ  પધ્ધતિથી  ચૂંટણી થાય  છે.  પાલિકા ચૂંટણીઓમાં ચૂંટણી પંચ દ્વારા NOTAના વિકલ્પ અંગે સ્પષ્ટતા કરી મતદારોના નાપસંદગીના અધિકાર પૂર્ણરૂપથી આપવા જાગૃત મતદારોમાં માંગ ઉઠી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધી આશ્રમ પાસેથી આદિવાસી અને ઝૂંપડ પટ્ટીવાળાનું લોહી વહે છે !
Next articleગુજરાતનું ગૌરવ ઃ લેફ. ખુશાલી પૂરોહિતનું નામ વર્લ્ડ રેકોર્ડ બુકમાં નોંધાયું..!