Home ગુજરાત ગુજરાતનું ગૌરવ ઃ લેફ. ખુશાલી પૂરોહિતનું નામ વર્લ્ડ રેકોર્ડ બુકમાં નોંધાયું..!

ગુજરાતનું ગૌરવ ઃ લેફ. ખુશાલી પૂરોહિતનું નામ વર્લ્ડ રેકોર્ડ બુકમાં નોંધાયું..!

750
0

લેફ. ખુશાલી પૂરોહિતનું નામ ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. 17 સપ્ટે.2017ના રોજ આયોજીત પીએનબી મેટલાઇફ સતારા હીલ હાફ મેરેથોનમાં તેમણે ભાગ લીધો હતો. મહારાષ્ટ્રના વેસ્ટર્ન ઘાટ પર્વતીય વિસ્તારમાં સતારા મેરેથોન સમગ્ર વિશ્વમાં સૌથી વધુ કઠીન હાફ મેરેથોન સ્પર્ધા ગણાય છે. અને તેથી જ તેને અલ્ટ્રા હાફ મેરેથોન તરીકે પણ કહેવામાં આવે છે. લેફ. પૂરોહિતે આ મેરેથોનમાં ભાગ લઇને કઠીન ચઢાઇ વાળા 21 કિ.મી.નું અંતર 02.28.03 કલાક એટલે કે બે કલાક અઠાવીસ મિનિટ અને 3 સેકન્ડમાં પૂરી કરીને હીલ કોનક્યુઅર મેડલ મેળવ્યો છે. આ હાફ મેરેથોનનો રૂટ સહ્યાદ્રીના જંગલમાંથી અને પર્વતીય વિસ્તારોમાંથી પસાર થાય છે. રોલર કોસ્ટર રાઇડની જેમ સીધા ચઢાણ સાથે સ્પર્ધક સરસ મજાની કુદરતી દ્રશ્યો સાથે પસાર થાય છે. વિશ્વમાં જેમણે વિવિધ આવી સ્પર્ધામાં ભાગ લીધો છે તે જુના અને અનુભવી સ્પર્ધકોનું માનવું છે કે સતારાની આ હાફ મેરેથોન અત્યંત કઠીનમાં કઠીન છે અને આવી કઠીન સ્પર્ધામાં ભાગ લઇને લેફ. ખુશાલીએ ગુજરાત અને ભારતનું નામ ઉજાળ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનગરપાલિકાની ચૂંટણીઓમાં નોટા અંગે અસમંજસ : ચાર ઉમેદવારની પસંદગી પણ NOTAનું બટન એક જ…!?
Next articleમોહન ભાગવતને ભારતીય સેનાનું અપમાન કરવાનો અધિકાર કોણે આપ્યો?