Home ગુજરાત ધોરણ 10નું ગુજરાતી માધ્યમનું 62. 11 ટકા પરિણામ

ધોરણ 10નું ગુજરાતી માધ્યમનું 62. 11 ટકા પરિણામ

43
0

અંગ્રેજી માધ્યમનું પરિણામ 81. 90 ટકા આવ્યું

(GNS),25

ગુજરાત બોર્ડ 10નું 64.62 રિઝલ્ટ 25 મે 2023ના રોજ જાહેર કરવામાં આવ્યું. ગુજરાત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર તેમની માર્કશીટ ચેક કરી શકાશે.

ગુજરાતમાં ધોરણ 10ના જાહેર થયેલા પરિણામમાં માધ્યમ મુજબ સામે આવેલા પરિણામ પર નજર કરીએ તો જણાશે કે જેમાં સૌથી વધારે પરિણામ સિંધી માધ્યમનું 100 ટકા આવેલ છે. જેમાં પાંચ પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી અને પાંચેય પરીક્ષાર્થીઓ પાસ થયા છે. જ્યારે માધ્યમ મુજબ સૌથી ઓછું પરિણામ ગુજરાતીમાં 62.11 ટકા આવ્યું છે. જેમાં 625287 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 3,88,374 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા હતા. જ્યારે તેની બાદ હિન્દી માધ્યમમાં 64. 66 ટકા વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે.

જેમાં 16300 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 10539 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. જ્યારે મરાઠી માધ્યમનું પરિણામ 70. 95 ટકા આવ્યું છે. જયારે ઇંગ્લિશ માધ્યમનું પરિણામ 81. 90 ટકા આવ્યું છે . જેમાં 89066 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 72860 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા હતા. જ્યારે ઉર્દૂ માધ્યમનું પરિણામ 69. 10 ટકા આવ્યું છે. તેમજ ઓરિયા માધ્યમનું પરિણામ 90.77 ટકા આવ્યું છે.

આ ઉપરાંત ગુજરાતમાં ધોરણ 10ના જાહેર થયેલા પરિણામમાં વિષયવાર સામે આવેલા પરિણામ પર નજર કરીએ તો જણાશે કે અંગ્રેજી વિષયનું પરિણામ સૌથી વધુ 95.06 ટકા આવ્યું છે જ્યારે વિજ્ઞાન વિષયનું પરિણામ સૌથી ઓછી 67.72 ટકા આવ્યું છે. આ ઉપરાંત વિષયવાર પરિણામની ટકાવારી પર નજર કરીએ તો ગુજરાતી 84.60 ટકા , હિન્દી 89.78 ટકા, અંગ્રેજી 95.06 ટકા, સામાજિક વિજ્ઞાન 86.77 ટકા, વિજ્ઞાન 67.72 ટકા ગણિત 94.99 ટકા, ગુજરાતી SL 89.73 ટકા, હિન્દી SL 87.34 ટકા ,અંગ્રેજી SL 85.21 ટકા, સંસ્કૃત SL 90.89 ટકા ,મૂળભૂત ગણિત 70.49 ટકા પરિણામ નોંધાયું છે.

ગુજરાત બોર્ડ 10નું 64.62 રિઝલ્ટ આજે 25 મે 2023ના રોજ જાહેર કરવામાં આવ્યું છે . ગુજરાત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર તેમની માર્કશીટ ચેક કરી શકાશે. ગુજરાત બોર્ડે 12મા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દીધું છે.જેમાં A- ગ્રેડમાં 6111, B – ગ્રેડમાં 44480, B -1 ગ્રેડમાં 86611, B -2 1,27,652, C-1, 1,39,248 , C-2, 67673, D – 3412, E-1,06 પરીક્ષાર્થીઓ ઉતીર્ણ થયા છે.

આ પરીક્ષામાં કુલ 741411 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 734898 પરીક્ષાર્થીનો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને 474893 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીનીનું પરિણામ 64.62 ટકા જાહેર કરવામાં આવે છે. જ્યારે રિપીટર પરીક્ષાર્થી તરીકે 165690 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા.

તે પૈકી 158623 પરીયાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 27446 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 17.30 ટકા આવ્યું છે. આ ઉપરાંત ખાનગી પરીક્ષાર્થી તરીકે નોંપાયેલ કુલ 16745 પરીક્ષાર્થીઓ પૈકી 14635 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 1915 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલ છે. તેઓનું પરિણામ 13.09 ટકા આવેલ છે.જેમાં બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર 95.92 ટકા પરિણામ મેળવીને મોખરે રહ્યું છે. જ્યારે નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્ર 11.94 ટકા મેળવી સૌથી છેલ્લે રહેલ છે.

ધોરણ-10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયુ છે. સવારે 8 વાગ્યે પરિણામ જાહેર થયુ છે. ધોરણ 10નું પરિણામ 64.62 ટકા જાહેર થયુ છે. ગુજરાતના 33 જિલ્લા પૈકી સૌથી વધુ સુરત જિલ્લામાં 76.45 ટકા પરિણામ જાહેર થયુ છે. જ્યારે સૌથી ઓછુ 40.75 ટકા પરિણામ દાહોદ જિલ્લામાં આવ્યુ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદૈનિક રાશિફળ (તા.૨૬-૦૫-૨૦૨૩)
Next article“હું પીએમ મોદીને માત્ર મહેમાન નહી વિશ્વ ગુરુ માનું છું” : એન્થોની અલ્બેનિસ