Home ગુજરાત ધૂતારા ધનજી વિરુદ્ધ બીજી ફરિયાદ દાખલ: પુરાવા છતાં FIR કેમ નથી નોંધતી...

ધૂતારા ધનજી વિરુદ્ધ બીજી ફરિયાદ દાખલ: પુરાવા છતાં FIR કેમ નથી નોંધતી પોલીસ..?

446
0

ઢબુડી ઉર્ફે ધનજી ઓડ કઈ રીતે કરોડપતિ બની ગયો તે દરેકના મનમાં સવાલ ગુચાયા કરતો હતો.કે 3 વર્ષમાં ધનજી ઓડ કઇ રીતે માલામાલ થઈ ગયો. જેનો જવાબ આજે કદાચ મળી ગયો ધનજી ઓડ છેતરપિંડી કરતો હતો તેવા આક્ષેપો લાગ્યા હતા. ત્યારે આજે પુરવાર પણ થઈ ગયું છે. ધનજી ઓડ સમક્ષ આજે છેતરપિંડીની અરજી ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.સૌ પ્રથમ જી.એન.એસ ન્યુઝ દ્વારા ધનજી ઓડના બેન્ક એકાઉન્ટની પોલ ખોલી જનતાનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે ધનજી ઓડ લોકોના દુઃખ દૂર કરવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરી કારોડપતી બની ગયો છે.અને ઘણા ભક્તોની મજબૂરીનો ફાયદો ધનજી ઓડે ઉઠાવ્યો છે.

જી.એન.એસ.ન્યૂઝમાં ગઈ કાલે જ અહેવાલ પ્રસારણ કરવામાં આવ્યો હતો કે ધનજી ઓડ સમક્ષ વધુ એક ફરિયાદ નોંધાશે.અને આજે તે અહેવાલ સાચો સાબિત થયો છે. આજે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં મૃણાલીની વસંતભાઈ લેઉવાએ ધનજી ઓડે અમારી સાથે છેતરપિંડી કરી છે અને નોકરી આપવાને બહાને 2 લાખ રૂપિયા પડાવી લીધા છે.તેવી પુરાવા સાથે અરજી કરવામાં આવી છે.
ધનજી ઓડ સમક્ષ એક અરજી પેથાપુર પોલીસ સ્ટેશનમાં પણ કરવામાં આવી હતી જેની તપાસ હજુ પૂર્ણ પણ થઈ નથી ત્યાં જ ધનજી સમક્ષ બીજી એક અરજી થઈ ગઈ છે.આથી એક વાત તો સ્પષ્ટ છે કે ધનજી ઓડે ઘણા ભક્તોની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો છે.જી.એન.એસ ન્યુઝને સૂત્રો થી એવી માહિતી મળી છે કે હજુ પણ ધનજી ઓડ સમક્ષ બીજી પણ ફરિયાદો દાખલ થશે.આગાઉ જી.એન ન્યુઝ દ્વારા પોલીસનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું કે તેના અંગત સેવકોની તેમજ તેમના બેન્ક ખાતાઓની તપાસ થાય તો કરોડોની મિલકત બહાર આવશે.ત્યારે પોલીસ એવું જણાવતી હતી કે તપાસ ચાલુ છે અને કોઈ ફરિયાદ મળશે તો તપાસ કરીશું ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ધનજી સમક્ષ ફરિયાદ નોંધાશે કે આ તપાસ પણ અરજી ઉપર જ કરવામાં આવશે..? કેમ કે ફરિયાદીએ દસ્તાવેજી પુરાવા પણ મજબુત આપ્યા છે.ત્યારે હવે જોવાનું રહ્યું કે ફરિયાદ ક્યારે નોંધાશે..? શુ ધનજી ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પણ રાત્રે 12 વાગે હાજર થશે..?
આજે જે ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમાં મિસ્ત્રી કરીને જે ધનજીના સેવક છે તેને ટ્રસ્ટની પાવતી આપી છે. તે એક સરકારી કર્મચારી છે. ત્યારે સવાલ એ છે કે ધનજીના કેટલા સેવકો સરકારી કર્મચારી છે…? કેમ કે સુત્રોથી માહિતી આવી રહી છે કે ધનજી ઉપર કોઈ મોટા આશીર્વાદ છે જેના કારણે જ ધનજીનો આ ગોરખધંધો ધમધમતો હતો..ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ધનજી વિરુદ્ધ ફરિયાદ ક્યારે નોંધાય છે..? શુ પોલીસ ધનજીના કાળા નાણાં બહાર લાવી શકશે..?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસરકાર મહેરબાન આર.ટી.ઓ પહેલવાન…? પી.યુ.સીના નામે ઉઘાડી લૂંટ…!
Next articleરેલ્વે તંત્ર કુંભકર્ણની નિંદ્રામા..! 1 મિનિટમાં એજન્ટે 426 ટિકિટો બુક કરી બાજી મારી