Home ગુજરાત રેલ્વે તંત્ર કુંભકર્ણની નિંદ્રામા..! 1 મિનિટમાં એજન્ટે 426 ટિકિટો બુક કરી બાજી...

રેલ્વે તંત્ર કુંભકર્ણની નિંદ્રામા..! 1 મિનિટમાં એજન્ટે 426 ટિકિટો બુક કરી બાજી મારી

500
0

(જી.એન.એસ રવિંદ્ર ભદોરિયા) તા.૧૬/૦૯

ભારતીય રેલ્વેમાં એક મિનિટમાં ૪૨૬ ઓનલાઇન ટિકિટ બુક કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. IRCTC એ દાવો કર્યો છે કે અમદાવાદના બુકિંગ એજન્ટે એક મિનિટ કરતા પણ ઓછા સમયમાં 426 રેલ્વે ટિકિટ બુક કરાવી છે. આ પછી રેલવે પોલીસ દળ (RPF) એ ટિકિટિંગ એજન્ટ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જો રેલ્વેએ ધ્યાન રાખ્યુ હોત તો આજે દલાલોનુ સામ્રાજ્ય ન હોત. એવુ લાગી રહ્યુ છે.શુ રેલવે અધિકારી એજન્ટ સાથે શામિલ તો નથી..? રેલવે અધિકારી એજન્ટ સાથે સમિલ છે એટલે તો આટલુ મોટુ ઓનલાઇન ટિકિટ કોભાંડ સામે આવ્યુ નથી ને….?

IRCTC ના દાવા ખોલીને બુકિંગ એજન્ટ મોહસીન જલિયાવાલાએ 1 મિનિટમાં 426 ટિકિટ બુક કરાવી. રેલ્વેની આ હાલત છે જેમાં લોકો ટિકિટ મેળવવા માટે મહિનાઓથી લાઇનો લગાવતા હોય છે. સવાલ એ ઉભો થાય છે કે જો એક જ બુકિંગ એજન્ટ એક મિનિટમાં આટલી ટિકિટ બુક કરે અને તે બધી કન્ફર્મ ટિકિટો તો દેખીતી રીતે અન્ય લોકોને ટિકિટ મેળવવી મુશ્કેલ થઈ જશે.

ટિકિટ બુક કરવામાં સામાન્ય રીતે 90 સેકન્ડ લાગે છે, એજન્ટે એક મિનિટમાં આ પરાક્રમ કેવી રીતે કર્યું? એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈ પણ રેલ્વે અધિકારીની મિલીભગત વિના આ શક્ય નથી. અમદાવાદના મોહસિને 11.17 લાખ રૂપિયાની 426 ટિકિટ બુક કરાવી છે. આરપીએફએ કેસ નોંધ્યો છે અને તપાસમા છે. હાલ આરોપી ફરાર છે. RPF ઇન્સ્પેક્ટર ગ્રેસીએલ ફર્નાન્ડીઝે જણાવ્યું હતું કે આ બુકિંગ એજન્ટે 30 થી 45 સેકન્ડમાં ૪૨૬ ટિકિટ બુક કરાવી હતી. જેથી અમે ફરિયાદ કરી તપાસ ચાલુ કરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleધૂતારા ધનજી વિરુદ્ધ બીજી ફરિયાદ દાખલ: પુરાવા છતાં FIR કેમ નથી નોંધતી પોલીસ..?
Next articleગાંધીનગર ખાતે ઋષિવંશી સમાજે વડાપ્રધાન મોદીના જન્મ દિવસની કેક કાપી કરી ઉજવણી