Home મનોરંજન - Entertainment ટ્રિપલ તલાકનો ખરડો છટકું છે અભિનેતા અલી ફઝલ

ટ્રિપલ તલાકનો ખરડો છટકું છે અભિનેતા અલી ફઝલ

425
0

(જી.એન.એસ.)મુંબઇ .તાં.૧
હોનહાર અભિનેતા અલી ફઝલે કહ્યું હતું કે તાજેતરમાં લોકસભાએ પસાર કરેલો ટ્રિપલ તલાકનો ખરડો એક પ્રકારનું છટકું છે. ઇસ્લામના કોઇ વિદ્વાન કે અભ્યાસી સાથે વિચાર વિનિમય કર્યા વિના પોલિટિશ્યનો આવો ખરડો પસાર કઇ રીતે કરી શકે ?
સોશ્યલ મિડિયા પર અલીએે કરેલી ટ્વીટનો સાર એવો હતો કે કમ સે કમ મુસ્લિમ સમાજમાં કોઇની સાથે ચર્ચા વિચારણા તો કરો. તમે તો કોઇ પણ પતિને એના નિર્ણય પાછળનું કારણ સમજાવવાની તક આપ્યા વિના જેલમાં મોકલી દેવાની તજવીજ કરી રહ્યા છો. આ તમારી કયા પ્રકારની લોકશાહી છે ?
હજુ જો કે આ ખરડો રાજ્યસભામાં પસાર થવાનો બાકી છે. આ ખરડામાં ત્રણવાર બોલીને તલાક આપનારા કોઇ પણ પુરુષ-પતિને ત્રણ વર્ષની જેલ કરે એવી જોગવાઇ છે. એની સામે અલીએ પુણ્યપ્રકોપ વ્યક્ત કર્યો હતો. પુરુષ જેલમાં જાય ત્યારબાદ બાકીના પરિવારના નિર્વાહની તમે શી જોગવાઇ કરો છો ? એ સ્પષ્ટ થતું નથી.
જો કે દુનિયામાં કોઇ મુસ્લિમ દેશમાં ટ્રિપલ તલાકની પરંપરા હવે રહી નથી. ઇવન પાકિસ્તાન કે સાઉદી અરેબિયા જેવા આરબ દેશોમાં પણ આવી કોઇ પરંપરા હવે ચાલુ રાખવામાં આવી નથી. અલી ફઝલ સિવાય બોલિવૂડના કોઇ ટોચના મુસ્લિમ કલાકારે આ ખરડા અંગે કોઇ અભિપ્રાય વ્યક્ત કર્યો નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅનુપમે ૫૧૧મી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું
Next articleફિલ્મ ફલોપ જશે તો પણ હીરોઈનપ્રધાન ફિલ્મો જ કરીશ: સોનાક્ષી