Home મનોરંજન - Entertainment ફિલ્મ ફલોપ જશે તો પણ હીરોઈનપ્રધાન ફિલ્મો જ કરીશ: સોનાક્ષી

ફિલ્મ ફલોપ જશે તો પણ હીરોઈનપ્રધાન ફિલ્મો જ કરીશ: સોનાક્ષી

795
0

(જી.એન.એસ.)મુંબઈ .તાં.૧
સોનાક્ષી સિંહાની સાત વર્ષની કરિયરમાં અત્યારે સૌથી ખરાબ સમય ચાલી રહ્યો છે. તેની છેલ્લી ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર પીટાઇ ગઇ છે. સ્ટારડમના રસ્તામાં તેના પગ ફિસલી ચૂક્યા છે. એવું નથી કે તેની પાસે ફિલ્મો નથી, પરંતુ તે ફિલ્મો મોટા હીરોવાળી નથી. સોનાક્ષી કહે છે કે ફિલ્મ ફ્લોપ જાય તો કોઇ પણ પ્રકારની ફિલ્મ પર કોઇ દોષ રોપવાનો કોઇ સવાલ નથી.
ફિલ્મો હીરોપ્રધાન હોય કે હીરોઇનપ્રધાન, ફિલ્મનું પરિણામ વધુ મહત્ત્વપૂર્ણ હોય છે. કંગનાની ‘ક્વીન’ કે દીપિકાની ‘પિકુ’ હિટ થાય તો લોકોના વિચારોમાં તરત એક પરિવર્તન આવે છે. આ જ રીતે હું મારી ફિલ્મો માટે વિચારું છું. હું હીરોઇનપ્રધાન ફિલ્મો કરવાનું નહીં છોડું.
સોનાક્ષી તેની આવનારી ફિલ્મ ‘સર્કસ’માં એક ટ્રેપિઝ આર્ટિસ્ટનો રોલ કરી રહી છે. આ માટે તેણે થોડું શિક્ષણ લીધું છે. તે કહે છે કે મારા માટે આ એક રોચક અનુભવ હશે. હું આ ફિલ્મ માટે ખાસ પ્રકારના કરતબ પણ શીખી છું. મેં કેટલાક સર્કસ આર્ટિસ્ટ સાથે પણ મુલાકાત કરી છે. સોનાક્ષી કહે છે કે હું ગાયિકા તરીકે મારી કરિયર બનાવવા ઇચ્છતી નથી.
મારી માતાની ઇચ્છા હતી કે હું ગાયિકા બનું. બાળપણમાં તેમણે મને ઘણી વાર ગાયિકા બનાવવાની કોશિશ કરી, પરંતુ ત્યારે બાળકી હોવાના કારણે હું સંગીતનો મર્મ સમજી શકી ન હતી. શોખ માટે હું ક્યારેક ગાઇ લઉંં છું. મેં બાદશાહ, દિલજિત દોસાંજ જેવા ગાયકોની સાથે મારી ફિલ્મ ‘નૂર’માં ગીત ગાયું હતું. ‘અકિરા’માં પણ મેં એક ગીત ગાયું હતું. તે ગીતો મને પસંદ છે એટલું જ પૂરતું છે. હું એ જ ગીત ગાઇશ, જે મને શૂટ કરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleટ્રિપલ તલાકનો ખરડો છટકું છે અભિનેતા અલી ફઝલ
Next article૧૦૦ ટકા ફિટનેસ મેળવ્યા પછી જ ટોચની ખેલાડીઓ સામે રમવું છે: સાઇના