Home મનોરંજન - Entertainment અનુપમે ૫૧૧મી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું

અનુપમે ૫૧૧મી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું

334
0

(જી.એન.એસ.)રાંચી / મુંબઇ.તાં.૧
સિનિયર અભિનેતા અનુપમ ખેરે ઝારખંડમાં ચાલી રહેલા પોતાની આગામી ફિલ્મના શૂટિંગની પૂર્ણાહુતિ થઇ હોવાની ઔપચારિક જાહેરાત કરી હતી. અનુપમે સોશ્યલ મિડિયા પર લખેલા સંદેશામાં જણાવ્યા મુજબ આ ક્રમની દ્રષ્ટિએ તેની પાંચસો અગિયારમી ફિલ્મ હતી. પોતાને ઝારખંડનાં વિવિધ લોકેશનો પર મળેલા સ્થાનિક લોકોના સહકાર બદલ સૌનો આભાર માન્યો હતો. તેણે રાજ્ય સરકાર તથા સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ તંત્રનો પણ આભાર માન્યો હતો. અનુપમે પોતાના સોશ્યલ મિડિયા પરના સંદેશામાં વધુમાં જણાવ્યું હતું કે મેં રાજ્યના મુખ્ય પ્રધાન રઘુબર દાસની મુલાકાત પણ લીધી હતી. એ કર્ટસી મુલાકાત હતી. અમને એકબીજાની સાથે વાતો કરવામાં આનંદ આવ્યો હતો. અત્યાર અગાઉ અનુપમે આ વિસ્તારમાં એમ એસ ધોનીની બાયો-ફિલ્મ અને રાંચી ડાયરીઝ ફિલ્મોનું શૂટિંગ કર્યું હતું. એણે કહ્યું હતુ ંકે મને આ રાજ્યનાં વિવિધ લોકેશનો ખૂબ ગમતાં રહ્યાં છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસ્ટ્રે ડૉગ્સ વિશે રસપ્રદ ફિલ્મ બનશે -પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ
Next articleટ્રિપલ તલાકનો ખરડો છટકું છે અભિનેતા અલી ફઝલ