Home ગુજરાત જો આટલો બંદોબસ્ત રોજ રાખવામાં આવે તો ગુનાખોરી નાબુદ થઇ જાય….!

જો આટલો બંદોબસ્ત રોજ રાખવામાં આવે તો ગુનાખોરી નાબુદ થઇ જાય….!

1563
0
શું આ સરકારમાં માંગણીઓ માટે આંદોલન કરવાનો અધિકાર નથી? ભાજપે વિરોધ પક્ષમાં રહી ને અનેક આંદોલનો કર્યા છે, ઝભ્ભા ફાડ્યા છે, પથ્થરો ફેંક્યા છે અને હવે……?

(જી.એન.એસ., હર્ષદ કામદામ) તા.25
૩ વર્ષ પહેલા મીડિયામાં ચમકેલા અને પાટીદારો માટે આરક્ષણની માંગ કરનાર ૨૪ વર્ષના હાર્દિક પટેલની પાછળ જે રીતે અને જેટલો પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે એટલો પોલીસ બંદોબસ્ત જો રોજે રોજ મુકવામાં આવે તો અમદાવાદ અને ગુજરાતમાં ગુનાખોરી ઝિરો પર આવી જાય અને કોઈના મંગળસૂત્ર પણ નહિ લુટાય. હાર્દિકને અભિનંદન આપવા કે ગુજરાતમાં ભાજપ સરકાર ની દયા ખાવી ? એક ૨૪ વર્ષનો યુવાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ માં ભાજપ સરકારને પોતાની આંગળી પર નચાવી રહ્યો છે અને સરકાર નાચી પણ રહી છે.
અમદાવાદ માં કે રાજકોટમાં દબાણો દુર કરવા માટે પોલીસ બંદોબસ્ત માંગવામાં આવે ત્યારે સ્ટાફ ઓછો છે એવું બહાનું કાઢવામાં આવતું હોવાનું પ્રજાએ જોયું છે. મહિલાઓ ના મંગળસૂત્રો ભર બજારે લુંટાતા હોય છતાં આટલો આજના જેટલો કડક બંદોબસ્ત મુકાતો નથી. પરંતુ હાર્દિક પટેલ ને કોઈપણ રીતે ઝુકાવા ના એક માત્ર ટાર્ગેટ ના આધારે આજે હાર્દિકના ઉપવાસ માટે સરકારે જાણે કે આખી પોલીસ ને બેરેક માંથી બહાર કાઢી હોય એટલી મોટી સંખ્યામાં ખડકી દીધો છે. ઠેર ઠેર નાકાબંધી, ઠેર ઠેર તલાશી અને એટલો કડક બંદોબસ્ત કે જો આવો કડક બંદોબસ્ત રોજે રોજ રાખવામાં આવે તો ગુનેગારોમાં ફફડાટ પેસી જાય. દારૂ ની ગેરકાયદે હેરાફેરી અટકી જાય અને મહિલાઓ સુરક્ષિત રીતે બજારમાં હરીફરી શકે.
હાર્દિકને ઉપવાસ નહિ કરવા દેવાય તો એમાં નુકશાન હાર્દિક ને નહિ પણ ભાજપ સરકારને થવાનું છે. લોકો બધું જોઈ રહ્યાં છે કે એક ૨૪ વર્ષના યુવાનથી રૂપાની સરકાર અને દિલ્હીમાં બેઠેલી સરકાર પણ કેવા કેવા પેંતરા કરી રહી છે. સરકાર એમ માને છે કે હાર્દિકના ઉપવાસ ને લઈને પોલીસ કોઈને હેરાન કરે કે લોકો ભલે હેરાન થતા એમ જો માનતી હોય તો તે સરકારની ભૂલ છે. હાર્દિક લોકોનો દુશ્મન નથી કે લોકો હાર્દિકના દુશ્મન નથી. લોકો જોઈ રહ્યા છે કે આજે હાર્દિકને ઉપવાસ માટે અટકાવાયા કાલે કોઈ બીજો સમાજ આંદોલન કરવા માંગે કે ઉપવાસ પર બેસવા માંગે તો તેનું શું થશે? શું અમારા હાલ પણ હાર્દિક જેવા થશે? આ સરકારમાં શું કોઈને વાજબી માંગણીઓ માટે આંદોલન કરવાનો કોઈ અધિકાર નથી? ભાજપે વિરોધ પક્ષમાં રહી ને અનેક આંદોલનો કર્યા છે, ઝભ્ભા ફાડ્યા છે, પથ્થરો ફેંક્યા છે અને હવે બીજાને પોલીસ ના જોરે આંદોલનો કરતા અટકાવા જેતો ઉપયોગ પોલીસનો કરી રહી છે એટલી પોલીસ રોજ જાહેર રસ્તા પર મુકવી જોઈએ, એવી પણ એક લાગણી જાગૃત નાગરિકોમાં જોવા મળી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleGNS પછી Times Nowના સર્વેએ મોદી-ભાજપની ચિંતા વધારી…?
Next articleશ્રાવણ પછી “શંકર”સિંહની રાજકારણમાં રી-એન્ટ્રી નિશ્ચિત….!!