Home ગુજરાત શ્રાવણ પછી “શંકર”સિંહની રાજકારણમાં રી-એન્ટ્રી નિશ્ચિત….!!

શ્રાવણ પછી “શંકર”સિંહની રાજકારણમાં રી-એન્ટ્રી નિશ્ચિત….!!

1798
0

(જી.એન.એસ.) ગાંધીનગર, તા.27
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પછી રાજકારણમાં એક ખૂણે ધકેલાઇ ગયેલા પૂર્વ મુખ્યમંત્રી અને જન વિકલ્પ પાર્ટીના સર્જક શંકરસિંહ વાઘેલા બાપુએ ધ્રુજારો કર્યો છે કે તેઓ દેશ આખામાં ફર્યા અને ભાજપ કે કોંગ્રેસનો વિક્લ્પ શું તેનું મંથન કર્યું છે. આગામી મહિને આગેવાનોની બેઠક બોલાવીને લોકસભા ચૂંટણીમાં પોતે મહત્વની ભૂમિકા નિભાવશે એવી જાહેરાત કરતાં રાજકારણમાં તેઓ ફરીથી પ્રવેશ કરી રહ્યાં હોવાનો નિર્દેશ આપ્યો છે.
જી.એનએસ.ને આપેલી એક મુલાકાતમાં તેમણે ખુલાસો કર્યો કે તેઓ ભાજપ કે કોંગ્રેસમાં હતા ત્યારે પક્ષની અંદર રહીને કોઇ ગરબડ કરી નથી. હાં, કોંગ્રેસમાં નેતાઓને ચેતવ્યાં કે અમુક લોકોએ ભાજપને જીતાડવાની સોપારી લીધી છે. તે સિવાય પક્ષમાંથી નિકળ્યા બાદ ચોક્કસપણે જે તે પક્ષની સામે કામ કર્યું છે. પોતે જનતાની નાડ પારખી રહ્યાં છે એમ કહીને ઉમેર્યું કે આજે રાજકારણમાં કમરની નીચે નિમ્ન કક્ષાના વાર થઇ રહ્યાં છે જે યોગ્ય નથી. વ્યકિતગત સંબંધો દરેકની સાથે રહેવા જોઇએ. અંગત વાર રાજકારણમાં કરવા યોગ્ય નથી. પોતે ભાજપ અને કોંગ્રેસના આંતરિક રાજકારણનો ભોગ બન્યા એમ પણ દાવો કર્યો હતો.
લોકસભાની ચૂંટણીમાં પોતાની ભૂમિકા અંગે તેમણે જાહેર કર્યું કે તેઓ મહાગઠબંધનના નેતાઓને સમજાવશે કે વિક્લ્પ એટલે શું. સૌએ પોતાના ગમા અમગમા છોડીને મહાગઠબંધનમાં આવવું પડે તેને આકાર આપશે. ભાજપમાં જોડાવવું કે કોંગ્રેસમાં, સરકારની સાથે રહેવું કે વિપક્ષમાં તે હજુ નક્કી નથી. 8 કે 10 સપ્ટે.ના રોજ આગેવાનોની બેઠક બોલાવીને હવે પછી શું કરવું તેનો સૌની સાથે બેસીને નક્કી કરાશે અને લોકસભાની આગામી ચૂંટણીમાં તેઓ ભૂમિકા નિભાવવાના છે, તે માટે દિલ્હી પણ જશે. એકાદ મહિનામાં તેઓ કોઇ નક્કર નિર્ણય સાથે રાજકીય મંચ પર પરત આવશે તેમાં કોઇ શંકા નથી. એમ કહી શકાય કે તેઓ પ્રદેશ અને રાષ્ટ્રીયકક્ષાએ કેટલાક નેતાઓ સાથે સતત સંપર્કમાં છે અને ટૂંક સમયમાં પોતાની આગવી શૈલી પ્રમાણે રાજકીય જાહેરાત કરે એમ તેમની મુલાકાત પરથી ફળીભૂત થાય છે. મુલાકાતમાં તેમણે કોઇ પણ પક્ષના નેતાનું નામ લીધુ નથી. કોઇની ટીકા કરી નથી તે સૂચક છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજો આટલો બંદોબસ્ત રોજ રાખવામાં આવે તો ગુનાખોરી નાબુદ થઇ જાય….!
Next articleમોદી રાજના એક વર્ષમાં સરકારી કંપનીઓએ 30 હજાર કરોડ દેવાળું ફુંક્યું…!!: CAG