Home ગુજરાત GNS પછી Times Nowના સર્વેએ મોદી-ભાજપની ચિંતા વધારી…?

GNS પછી Times Nowના સર્વેએ મોદી-ભાજપની ચિંતા વધારી…?

1159
0
(જી.એન.એસ.) ન્યુદિલ્હી, તા.16
આમ તો લોકસભા ચૂંટણી ને હજુ વાર છે છતાં ચૂંટણી લક્ષી સરવે અત્યાર થી જ શરૂ થઈ ગયાં છે. ન્યુજ એજંસી જીએનએસના સર્વે બાદ ટાઈમસ નાઉ દ્વારા કરાયેલાં સર્વેમાં પણ બતાવવામાં આવ્યું છે કે મોદી સરકાર ને આ વખતે ઓછી બેઠકો મળશે. નાઉ એ 227 બેઠકો આપી છે જ્યારે જીએનએસ દ્વારા 210 બેઠકો ની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ પ્રકારના ચૂંટણી સર્વે થી દેખીતી રીતે મોદી સરકાર ની ચિંતા ચોક્કસ વધી શકે છે. કયા સરવે માં શું છે તેનો રીપોર્ટ આ પ્રમાણે છે….
આ પણ વાંચો ઃ NDAને મળશે સૌથી વધુ સીટ, છતાં મોદીનું PM બનવું મુશ્કેલ….!?

જાણીતીટીવી ચેનલ ટાઈમ્સ નાઉ દ્વારા આગામી લોકસભા ચૂંટણી ને લઈને સર્વે જાહેર કરાયો છે કે ૨૦૧૯માં ભાજપ ને સ્પષ્ટ બહુમતિ નહી મળે. ભાજપને આગામી ચૂંટણી માં 227 બેઠકો મળશે. જીએનએસ ન્યુઝ એજન્સી એ 1 ઓગસ્ટ ના રોજ જાહેર કરેલા ચૂંટણી સર્વેમાં જે આગાહી કરી હતી તે અને ટાઈમ્સ નાઉ નો સર્વે રીપોર્ટ લગભગ એકસમાન કે નજીક નજીક છે. જીએનએસ એ કહ્યું હતું કે ભાજપને ૧૭૫ થી ૨૧૦ બેઠકો મળી શકે.જ્યારે ટાઈમ્સ નાઉ એ 227 બેઠકો આપી છે. બીજી બાજુ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે એ પણ એક અંગ્રેજી અખબાર ને આપેલી મુલાકાત માં સ્વીકાર્યું કે આગામી ચૂંટણી માં ભાજપ ને ફરીથી ૨૮૨ નહિ પણ ૨૨૦ થી ૨૪૦ બેઠકો મળશે. જે જીએનએસ ના સર્વે કરતા ૧૦ વધારે છે. આમ એક મોટી ચેનલ નો સર્વે અને નાના-મધ્યમ અખબારો ની પોતાની એજન્સી ના સર્વે માં કોઈ વધારે ફેર નથી. આ એ વાત નો પુરાવો છે કે જીએનએસ દ્વારા જે સર્વે કરાવવામાં આવ્યો તે અને ટાઈમ્સ નાઉની જેમ જમીની હકીકતનો અરીસો છે. જીએનએસ એ જે સર્વે માં કહ્યું તેની નજીકનું અંગ્રેજી ચેનલે માન્યું છે..
ટાઈમ્સ નાઉ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતમાં ભાજપ ને ગઈ વખત ની જેમ તમામ ૨૬ બેઠકો નહિ મળે એમ કહીને ૨૬ માંથી ભાજપને ૧૮ અને કોંગ્રેસ ને ૮ બેઠકો આપી છે.જીએનએસ એ પણ સર્વેમાં બતાવ્યું કે ગુજરાત માં ભાજપ ને ૨૮ માંથી ૨૦ અને કોંગ્રેસ ને ૬ બેઠકો મળી શકે. આંધ્રપ્રદેશ માં ભાજપ ને ૫ બેઠકો મળવાની આશા જીએનએસ દ્વારા વ્યક્ત કરાઈ હતી. ટાઈમ્સ નાઉએ પણ માન્યું કે આંધ્રપ્રદેશ માં ભાજપ મે ૨૫ માંથી ૭ સીટો મળશે. કોંગ્રેસ ને ટાઈમ્સ નાઉએ કુલ ૭૮ સીટો આપી છે. આ એજન્સીએ ૮૫ સીટો દર્શાવી છે. અન્ય પક્ષો ને જીએનએસ દ્વારા ૨૩૦ થી ૨૫૫ સીટો નું અનુમાન સર્વેમાં બતાવ્યું હતું. ટાઈમ્સ નાઉએ ૨૩૮ બેઠકો આપી છે. રાજસ્થાન માં આ વખતે ભાજપને તમામ ૨૫ બેઠકો નહિ પણ ૧૮થી ૨૦ બેઠકો મળી શકે એમ જીએનએસ દ્વારા દર્શાવાયું હતું. ટાઈમ્સ નાઉએ પણ માન્યું કે રાજસ્થાન માં ભાજપ ને તમામ ૨૫ નહી પણ માત્ર ૧૫ સીટો મળશે. જે જીએનએસ ના સર્વે ની નજીક નો આંકડો કહી શકાય.
એ જ રીતે કેન્દ્રીયમંત્રી આઠવલેએ પણ માન્યું છે કે આ વખતે ભાજપ ને ૨૮૨ તો નહિ જ મળે પણ ૨૨૦ થી ૨૪૦ સીટો મળશે.આઠવલે ભાજપના નથી. તેઓ દલિત પાર્ટી ના નેતા છે અને એનડીએમાં સાથી પક્ષ તરીકે જોડાયા હતા. મોદી સરકારના મંત્રી છતાં તેમણે પોતાના અનુભવ કે પોતાના રાજકીય મૂલ્યાંકન પ્રમાણે ભાજપ ને ઓછી બેઠકો આપી છે. જીએનએસ દ્વારા પણ સર્વેમાં જણાવ્યું કે ભાજપ ને મહત્તમ ૨૧૦ બેઠકો મળી શકે. જે આઠવલે ના રાજકીય અનુમાન કરતા ભલે ૧૦ બેઠકો ઓછી હોય પણ તે મંત્રીના આંકડા ની નજીક કહી શકાય. યુપી માં ભાજપ ને આ વખતે ૭૧ નહિ પણ ૨૦ થી ૨૫ બેઠકો ઓછી મળવાની વાત કરી છે. તેમના માટે ભાજપને ૪૬ બેઠકો મળી શકે. જીએનએસ દ્વારા જણાવ્યું હતું કે આ વખતે ભાજપ ને યુપી માં ૪૦ બેઠકો મળી શકે. મંત્રી મહોદય એ પોતાના અનુભવ કે જેને ગ્રાઉન્ડ રિયાલિટી કે જમીની હકીકત કહી શકાય તેના આધારે ભાજપ નો આંકડો દર્શાવ્યો જ્યારે જીએનએસ એજન્સીએ કેટલાય અખબારો ના ફિલ્ડ માં કામ કરતા પત્રકારો –સંપાદકો તથા રાજકીય મુદ્દા, ગઠબંધનની ની શક્યતા વગેરે જમીની હકીકત ના આધારે યુપી અને આખા દેશ નું ચૂંટણી સર્વે ચિત્ર રજુ કર્યું હતું તે મંત્રી આઠવલે ના રાજકીય મૂલ્યાંકન ની નજીક છે. આમ જીએનએસ એજન્સીએ રાષ્ટ્રીય કક્ષાની ટીવી ચેનલથી બે ડગલાં આગળ રહીને સફળતા નો ઝંડો લહેરાવ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆજે પણ હરેન પંડ્યા જેવા “56”ની છાતી વાળા “ગૃહમંત્રી”ને પોલીસ અધિકારીઓ યાદ કરે છે…!!
Next articleજો આટલો બંદોબસ્ત રોજ રાખવામાં આવે તો ગુનાખોરી નાબુદ થઇ જાય….!