Home વ્યાપાર જગત - BUSINESS જોખમી પરિબળો વચ્ચે ભારતીય શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક તેજી તરફી રૂખ યથાવત્…!!!

જોખમી પરિબળો વચ્ચે ભારતીય શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક તેજી તરફી રૂખ યથાવત્…!!!

spanish bull in bullring

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૦૫.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૪૮૮૪.૬૬ સામે ૫૫૫૦૭.૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૫૪૬૬.૩૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૧૬.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૪૧.૦૮ પોઈન્ટના ઉછાળા સાથે ૫૫૯૨૫.૭૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૩૨૬.૯૦ સામે ૧૬૪૬૧.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૪૬૧.૦૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૨.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૨૪.૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૬૫૧.૨૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ દિવસે વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. કંઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયલ્ટી શેરો અને આઈટી તેમજ ટેક શેરોની આગેવાનીએ સતત બીજા દિવસે ફંડોએ ઈન્ડેક્સ બેઝડ તેજી કરી હતી. આ સાથે ફંડોએ આજે કેપિટલ ગુડ્સ શેરોમાં વધુ શોર્ટ કવરિંગ સાથે તેજી કરતાં બીએસઇ સેન્સેક્સ ૧૦૪૧ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૩૨૪ પોઈન્ટ ઉછળીને બંધ રહ્યા હતા. ફંડોએ આ સાથે આજે  સીડીજીએસ, એનર્જી, ઈન્ડસ્ટ્રીયલ, ઓઇલ એન્ડ ગેસ શેરોમાં પસંદગીની તેજી કરી હતી. શેરોમાં હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ફંડો, રોકાણકારોની ઘટાડે ખરીદી વધતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૫.૩૫  લાખ  કરોડ વધીને રૂ.૨૫૮.૪૮ લાખ કરોડ પહોંચ્યું હતું. આમ ત્રણ દિવસમાં રોકાણકારોની સંપતિમાં રૂ.૯.૨૧ લાખ કરોડનો વધારો થયો છે.

રશિયા – યુક્રેન યુદ્ધના પગલે ઉદ્ભવેલ જીઓપોલિટિકલ ટેન્શનની બીજી તરફ મોંઘવારી વધવાની સાથે વ્યાજ દરો પણ વધતા નાણાંકીય મોરચે પ્રતિકૂળ માહોલ ઉદ્ભવતા સમગ્ર વિશ્વ ફરી આર્થિક મંદીમાં ગરકાવ થઈ જવાની ભીતિ ઉદ્ભવતા વિશ્વના શેરબજારો સાથે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, એફઆઈઆઈની ભારતીય શેરબજારમાં સતત મોટાપાયે શેરોમાં વેચવાલી કરતાં રહી ઉછાળે શેરોમાં ઓફલોડિંગ યથાવત રહ્યું હતું. આગામી દિવસોમાં વૈશ્વિક આર્થિક મોટી મંદીના એંધાણ સાથે ફુગાવાના કારણે પરિસ્થિતિ વિશ્વભરમાં વકરી રહી હોઈ અમેરિકા, ભારત સહિતમાં સેન્ટ્રલ બેંકો દ્વારા તોળાતા વધુ વ્યાજ દરમાં વધારાને લઈ દરેક ઉછાળે સાવચેતી યથવાત રહેશે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૨૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૨૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર કંઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયલ્ટી, આઈટી અને ટેક શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૧૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૯૧ અને વધનારની સંખ્યા ૨૩૬૮ રહી હતી, ૧૫૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, સતત ૧૦ સપ્તાહ સુધી ઘટ્યાં બાદ અંતે ભારતના ફોરેક્સ રિઝર્વમાં વધારો જોવા મળ્યો છે. સ્થાનિક ઈક્વિટી માર્કેટમાંથી વિદેશી રોકાણકારોના સતત આઉટફ્લો અને રૂપિયાના ડોલરની સામે ઘસારાને કારણે ભારતીય વિદેશી ચલણમાં સતત ઘટાડાનો દોર ચાલુ હતો. જોકે ૨૦મી મેના સપ્તાહે આ ઘટાડાનો દોર અટક્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સાપ્તાહિક રિપોર્ટ અનુસાર ૨૦ મેના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં ભારતના વિદેશી મુદ્રા ભંડાર ૪.૨૩ અબજ ડોલર વધીને ૫૯૭.૫૦૯ અબજ ડોલર થયું છે. આ અગાઉ ૧૩ મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ફોરેન એક્સચેન્જ રિઝર્વ ૨.૬૭૬ અબજ ડોલર ઘટીને ૫૯૩.૨૭૯ અબજ ડોલર થયું હતુ. ૬ મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં તે ૧.૭૭૪ અબજ ડોલર ઘટીને ૫૯૫.૯૫૪ બિલિયન ડોલર થયું હતું.

આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા સાપ્તાહિક ડેટા અનુસાર ૨૦ મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં આ વધારો મુખ્યત્વે ફોરેન કરન્સી એસેટમાં વધારાના કારણે આવ્યો છે. કુલ વિદેશી હૂંડિયામણ અનામતનો નોંધપાત્ર હિસ્સો ધરાવતા ફોરેન કરન્સી એસેટમાં ૩.૮૨૫ અબજ ડોલરનો વધારો નોંધાયો છે, જે હવે વધીને ૫૩૩.૩૭૮ અબજ ડોલર થયું છે. આરબીઆઈના આંકડા અનુસાર આ રિપોર્ટિંગ સપ્તાહમાં ગોલ્ડ રિઝર્વની વેલ્યુ ૨૫.૩ કરોડ ડોલર વધીને ૪૦.૮૨૩ અબજ ડોલર થઈ છે. આ સિવાય ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસે રહેલ દેશના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ ૧૦.૨ કરોડ ડોલર વધીને ૧૮.૩૦૬ અબજ ડોલર થયા છે. અલબત ફુગાવાનું જોખમને જોતાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની આગામી દિવસોમાં મળનારી મીટિંગમાં પ્રવાહિતાને જાળવવા સાથે ફુગાવાને કાબૂમાં લેવા માટે ક્યા પગલાં લેવાય છે એના પર ભારતીય શેરબજારની નજર રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા વિશ્વની સૌથી મોટી જર્સી બદલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું
Next articleબાળકોના સપના અમે પૂરાં કરીશું : વડાપ્રધાન મોદી
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.