Home ગુજરાત જૂનાગઢ એસઓજીએ અમદાવાદથી જૂનાગઢ એમડી ડ્રગ્સ વેચવા આવેલા ત્રણ શખ્સો ઝડપાયા

જૂનાગઢ એસઓજીએ અમદાવાદથી જૂનાગઢ એમડી ડ્રગ્સ વેચવા આવેલા ત્રણ શખ્સો ઝડપાયા

43
0

જૂનાગઢ એસઓજીએ સાબલપુર ચોકડી પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. અમદાવાદથી જૂનાગઢ ડ્રગ્સ વેચવા આવેલા શખ્સો સાબલપુર ચોકડી નજીક હતા ત્યારે જ જૂનાગઢ એસઓજીએ ત્રણેયને દબોચ્યા હતા.

એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ પીઆઈ એ.એમ.ગોહિલ તથા પીએસઆઈ જે.એમ.વાળા,પો.સ્ટાફ એસ.ઓ.જીના પો.કોન્સ . શૈલેન્દ્રસિંહ સિસોદીયાને બાતમી મળી કે “ ત્રણ ઈસમો ડ્રગ્સના જથ્થા સાથે સાબલપુર ચોકડથી આગળ દોલતપરા જવાના રસ્તે પુલથી આગળ ગ્રાહકોની શોધમાં ઉભેલ છે ”

જેથી એ જગ્યાએ વર્ણનવાળા ત્રણેય ઇસમો ઉભેલ જોવામાં આવતા જે ત્રણેય ઇસમોને એસ.ઓ.જી. ટીમ દ્વારા કોર્ડન કરી તેમની ઝડતી કરતા આ ત્રણ ઇસમો પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ૮.૫૯ ગ્રામ જેની કિ.રૂ .૮૫,૯૦૦ / – તથા મોબાઇલ નંગ -૩ કિ.રૂ. ૧૫,૦૦૦ / – તથા રોકડ રૂ .૭૦૦ / – મળી કુલ કિ.રૂ .૧,૦૧,૬૦૦ / નો મુદ્દામાલ કબ્જે કરી એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો .

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજામનગરમાં હિન્દુ મુસ્લિમ સાથે મળીને કરે ગણેશજીની આરતી ઉતારી હિંદુ મુસ્લિમ ભાઈઓનું ઉત્તમ ઉદાહરણ સાબિત કર્યું
Next articleવલસાડની એક શાળાની સામે ખુલ્લા મેદાનમાં જુગાર રમતા 13 ઝડપાયા, મુદ્દામાલ જપ્ત કર્યો