Home ગુજરાત વલસાડની એક શાળાની સામે ખુલ્લા મેદાનમાં જુગાર રમતા 13 ઝડપાયા, મુદ્દામાલ જપ્ત...

વલસાડની એક શાળાની સામે ખુલ્લા મેદાનમાં જુગાર રમતા 13 ઝડપાયા, મુદ્દામાલ જપ્ત કર્યો

37
0

વલસાડ શહેરના નજીક આવેલા ગ્રીન પાર્ક વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલ પાસે કેટલાક ઈસમો તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી તથા રમાડી રહ્યા હોવાની બાતમી એલસીબીની ટીમને મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ એલસીબીની ટીમે 13 સ્થાનિક જુગારીઓને ઝડપી પાડયા હતા.

વલસાડ એલસીબીની ટીમે કુલ રોકડા 13 હજાર 830 અને 9 મોબાઈલ મળી કુલ 50 હજાર 330નો મુદ્દામાલ કબ્જે કરી સીટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ એલસીબીની ટીમને સ્થાનિક લોકોએ આપેલી લેખિત ફરિયાદના આધારે ગ્રીન પાર્ક વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલના મેદાન સામે આવેલી ખુલ્લી જગ્યામાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો હોવાની લેખિત ફરિયાદ મળી હતી.

સાથે આજ રોજ વલસાડ એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે ગ્રીનપાર્ક વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલના ગ્રાઉન્ડ સામે આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી તથા રમાડી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે એલસીબીની ટીમે રેડ કરી ચેક કરતા કેટલા ઈસમો ગોળ કુંડાળું વળીને કેટલાક ઈસમો તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રહ્યા હતા.

વલસાડ એલસીબીની ટીમે તમામ આરોપીઓને કોડન કરીને રેડ કરતા કુલ 13 જુગારીઓને ઝડપી પાડયા હતા. વલસાડ એલસીબીની ટીમે રોકડા રૂ. 13 હજાર 830, અને 9 મોબાઈલ મળી કુલ 50 હજાર 330નો મુદ્દામાલ કબ્જે કરો સીટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજૂનાગઢ એસઓજીએ અમદાવાદથી જૂનાગઢ એમડી ડ્રગ્સ વેચવા આવેલા ત્રણ શખ્સો ઝડપાયા
Next articleભાજપની બેઠકમાં અમિત શાહે કેન્દ્રીય મંત્રીઓ સાથે સમીક્ષા કરી આપ્યો નિર્દેશ