Home મધ્ય ગુજરાત અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ લીધી ઇવીએમ સ્ટ્રોંગ રૂમ...

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ લીધી ઇવીએમ સ્ટ્રોંગ રૂમ અને મતદાન મથકની મુલાકાત

89
0

મતદાન મથક અને ઇવીએમ સ્ટ્રોંગ રૂમ ખાતે ચૂંટણી પંચની ગાઇડલાઇનનું પાલન થઈ શકે તે સંદર્ભે ચર્ચા કરાઈ

મતદાન મથકની મુલાકાતમાં શહેર પોલીસ કમિશનર શ્રી જી. એસ. મલિક સહભાગી થયા

સબંધિત અધિકારીઓને સાથે રાખી જરૂરી સૂચન કરી માર્ગદર્શન અપાયું

(જી.એન.એસ),તા.૨૭

અમદાવાદ,

આગામી લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. દ્વારા ઇવીએમ સ્ટ્રોંગ રૂમ અને મતદાન મથકની મુલાકાત કરવામાં આવી હતી.મતદાન મથકની મુલાકાતમાં શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિક પણ સહભાગી થયા હતા.

જિલ્લા કલેકટર અને શહેર પોલીસ કમિશનર સહિતના મહાનુભાવોએ અમદાવાદ પૂર્વ લોકસભાના બાપુનગર વિધાનસભાના મતદાન મથક અને ઇવીએમ સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત BSNL IDC ડેટા સેન્ટરની પણ મુલાકાત કરવામાં આવી હતી.

મતદાન મથક અને ઇવીએમ સ્ટ્રોંગ રૂમ ખાતે કોઈ ખલેલ ન પહોંચે અને ગોપનીયતા જળવાઈ રહે તેમજ કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલ સૂચનાઓની ચુસ્ત અમલવારી થઈ શકે તે અન્વયે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.

આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાને લઈને પણ જરૂરી સૂચનો આપવામાં આવ્યાં હતાં. સાથે સાથે મતદાનના દિવસે મતદાન મથક પર તમામ વ્યવસ્થાઓ સુનિશ્રિત કરી શકાય તે બાબતે પણ વિચાર-વિમર્શ કરાયો હતો.

જિલ્લા કલેકટરશ્રી તથા શહેર પોલીસ કમિશનરશ્રી દ્વારા ઉપસ્થિત સૌ અધિકારીશ્રીઓને તમામ બાબતોમાં જરૂરી સૂચન કરી યોગ્ય માર્ગદર્શન અપાયું હતું.

આ મુલાકાત પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, જોઇન્ટ પોલીસ કમિશનર સેકટર 2 શ્રી બ્રજેશ કુમાર ઝા, ડીસીપી ઝોન 5 શ્રી બળદેવ દેસાઈ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ ઠકકર, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી નેહા ગુપ્તા તથા સબંધિત વિભાગના અધિકારીઓ અને પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનાગરિકોને મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસી લેવા મુખ્ય નિર્વાચન અધિકારીએ કર્યો અનુરોધ
Next articleદૈનિક રાશિફળ (તા.૨૯-૦૩-૨૦૨૪)