Home દુનિયા - WORLD ઓસામા બિન લાદેનના 12 વર્ષના પૌત્રની હત્યા, પત્રમાં થયો ખુલાસો

ઓસામા બિન લાદેનના 12 વર્ષના પૌત્રની હત્યા, પત્રમાં થયો ખુલાસો

868
0

(જી.એન.એસ.)ઇસ્લામાબાદ .તાં.૧
આંતકવાદી સંગઠન અલ-કાયદાના જેહાદી સમર્થકે ઓસામા બિન લાદેનના 12 વર્ષના પૌત્ર ઓસામા હમઝા બિન લાદેનની હત્યાની સુચના આપી
અલ-વતીખ બિલ્લાહે 31 ડિસેમ્બરના રોજ મેસેજિંગ એપ ટેલિગ્રામ પર ઓસામા બિન લાદેનના પૌત્રના મોતના સમાચાર આપ્યા હતા (ફાઇલ)
ઇન્ટરનેશનલ ડેસ્ક
અલ-કાયદાના ઓનલાઇન સમર્થકોમાં તેમની સાથે જોડાયેલા એક પત્રને શૅર કર્યો છે. જે ઓસામા બિન લાદેનના દીકરા હમઝા બિન લાદેન દ્વારા લખાયેલો હોવાનું કહેવામાં આવે છે. એક હાઇ પ્રોફાઇલ ઓન લાઇન જેહાદી અલ-વતીખ બિલ્લાહે 31 ડિસેમ્બરના રોજ મેસેજિંગ એપ ટેલિગ્રામ પર ઓસામા બિન લાદેનના પૌત્રના મોતના સમાચાર આપ્યા હતા.
હાઇ પ્રોફાઇલ અલગ કાયદા ઇનસાઇડર શાયબત-અલ-હુકમા સહિત અનેક અન્ય પ્રમુખ અલ-કાયદા સમર્થકોએ પણ ટેલિગ્રામ પર આ ન્યૂઝ શૅર કર્યા છે. અલ-બતીકે ઓસામા બિન લાદેનના પૌત્રની હત્યા કેવી રીતે થઇ અને ક્યાં થઇ, તે અંગે કોઇ જાણકારી નથી આપી. પરંતુ એક અન્ય અલ-કાયદા સમર્થક અબુ-ખલ્લાદ અલ-મુહનદીસે કહ્યું કે, આ બાળકની હત્યા રમજાનના મહિનામાં થઇ જે 26 મેથી લઇને 24 જૂન સુધી ઉજવવામાં આવે છે. અબુ-ખલ્લાદ અલ-મુહનદીસે આ બાળકની માતા અને પરિવારને લખેલા એક પત્રને જાહેર કર્યો છે. જે કથિત રીતે હમઝા બિન લાદેન દ્વારા લખાયેલો હોવાનું માનવામાં આવે છે.
આ પત્રમાં હમઝા બિન લાદેને કહ્યું કે, આ બાળક હંમેશા એક શહીદની માફક મૃત્યુ ઇચ્છતો હતો. વર્ષ 2011માં તે ઓસામા બિન લાદેનના મોત બાદ ખૂબ જ દુઃખી હતો. હમઝા બિન લાદેને કથિત રીતે પોતાના ભત્રીજાને પણ ઓસામા બિન લાદેન, ઓસામા હમઝા બિન લાદેન અને પોતાના ભાઇઓની હત્યાનો બદલો લેવા માટે જેહાદ છેડવાની અપીલ કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપદ્માવતી મુદ્દે કરણી સેનાની ધમકી:અમે તો હિંસક દેખાવો કરશું જ
Next articleજવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય: રાજનાથ સિંહ