Home ગુજરાત ગાંધીનગર ચૂંટણી પ્રક્રિયાને ન્યાયિક અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવવા સતત કાર્યનિષ્ઠ ૮૬૦૦ થી...

ચૂંટણી પ્રક્રિયાને ન્યાયિક અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવવા સતત કાર્યનિષ્ઠ ૮૬૦૦ થી વધુ કર્મયોગીઓએ પોસ્ટલ બેલેટથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો

11
0

લોકસભા ચૂંટણી 2024

(જી.એન.એસ) તા. 2

ગાંધીનગર,

લોકસભા સામાન્ય ચૂંટણી તા.૦૭મી મે, ૨૦૨૪ના રોજ યોજાનાર છે. લોકસભા સામાન્ય ચૂંટણી ન્યાયિક રીતે, શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે સતત કાર્યનિષ્ઠ રહેનાર અધિકારી- કર્મયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ પોસ્ટલ બેલેટ થકી કરતાં હોય છે. ગાંધીનગર સંસદીય મતદાર વિસ્તારની ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા ૮૬૦૦ થી વધુ  કર્મયોગીઓએ આજે પોસ્ટલ બેલેટથી મતદાન કરીને લોકશાહીના અવસરમાં સહભાગી બન્યા હતા.

         લોકશાહીના અવસરની ઉજવણી ઉત્સાહપૂર્વક થાય તે માટે સતત ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સુચારું રીતે યોજાય તે માટે અનેક કર્મયોગીઓ કાર્યરત છે. લોકસભા સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ સાત વિધાનસભા મતદાર વિભાગમાં પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો સહિત અન્ય સરકારી કર્મયોગીઓ પોતાની સેવા અદા કરનાર છે, તેવા સેવા મતદારો પોતાના મતાધિકારથી વંચિત ન રહે અને મતદાન કરી શકે તે માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવામાં આવે છે, જેમાં ગાંધીનગર સંસદીય મત વિભાગમાં  ચૂંટણી પ્રક્રિયામાં સેવા આપનાર કર્મયોગીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.

         પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની પ્રક્રિયા અંતર્ગત ગાંધીનગર સંસદીય મતવિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલ સેવાકર્મીઓએ પોતાના મતાઘિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં ૩૬- ગાંધીનગર(ઉ)માં ૨૨૫૭, ૩૮- કલોલમાં ૧૧૫૯, ૪૦ – સાણંદમાં ૧૪૨૬, ૪૧- ઘાટલોડિયામાં ૧૦૯૪, ૪૨- વેજલપુરમાં ૭૫૫, ૪૫- નારણપુરામાં ૧૧૫૫ અને ૫૫- સાબરમતીમાં ૮૫૭ મળી કુલ ૮૬૯૫ સેવા મતદારો દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે  પોલીસ અધિક્ષકશ્રીની કચેરીની બાજુમાં આવેલા પોલીસ કવાર્ટરમાં સુવિધા કેન્દ્ર  ઉભું કરવામાં આવ્યું હતું. જ્યાં સેવાકર્મીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું. મતદાનની પ્રક્રિયાને સુચારું રીતે સંપન્ન કરવા માટે ૮,૬૦૦ થી વધુ કર્મનિષ્ઠ કર્મયોગીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકામદારોની પગારચિઠ્ઠીમાં ‘મારો મત, મારો અધિકાર, મતદાન મારી જવાબદારી’ સૂત્ર છપાશે, ઉદ્યોગગૃહો અને સંસ્થાઓ પાસેથી મતદાન માટે સવેતન રજા આપવાની બાહેધરી મેળવાઈ
Next articleભારતીય વાયુસેનાના અધ્યક્ષ એર ચીફ માર્શલ શ્રી વિવેક રામ ચૌધરીએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી