Home દેશ - NATIONAL ચમત્કાર: 9 ગોળીઓ ખાધા બાદ પણ જાબાંઝ CRPF ઓફિસરે જીતી જીંદગીની જંગ

ચમત્કાર: 9 ગોળીઓ ખાધા બાદ પણ જાબાંઝ CRPF ઓફિસરે જીતી જીંદગીની જંગ

383
0

(જી.એન.એસ), તા.૫
જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ સાથે એન્કાઉન્ટરમાં 9 ગોળીઓ ખાધા બાદ પણ CRPFના જાંબાઝ ઓફિસર ચેતનકુમાર ચીતાનો જીવ બચી ગયો. બે મહિના સુધી કોમામાં રહ્યાં બાદ હવે ચેતન ચીતા વાત કરી શકે છે. એમ્સના ડોક્ટર્સ પણ તેને ચમત્કાર ગણાવી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ આજે ચેતન ચીતાની મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે ચેતનની હાલત હવે સારી છે. આ એક ચમત્કાર કહેવાય. જે હાલતમાં તેમને શ્રીનગરથી અહીં લાવવામાં આવ્યાં હતાં ત્યારે વિચારવું પણ મુશ્કેલ હતું કે તેઓ મારી સાથે વાત કરશે.
ચેતન ચીતા એમ્સ ટ્રોમા સેન્ટરના આઈસીયુમાં એક મહિના સુધી રહ્યાં. ત્યાનાં ડોક્ટરોનું કહેવું છે કે હવે તેઓ સંપૂર્ણ ફીટ છે. 45 વર્ષના ચેતનને જ્યારે અહીં લાવવામાં આવ્યાં ત્યારે તેમના માથામાં બુલેટ ઈન્જરી હતી. તેમના ઉપરી ભાગ સંપૂર્ણ રીતે ફેક્ચર થયા હતાં. તેમની જમણી આંખ ફૂટી ગઈ હતી. એક ડોક્ટરે જણાવ્યું કે તેમનો જીસીએસ સ્કોર (બ્રેનની ઈજાની ગંભીરતા માપવાનો ટેસ્ટ) M3 હતો અને તેઓ ગંભીર રીતે કોમામાં હતાં. હવે તેમનો જીસીએસ સ્કોર M6 છે. સંપૂર્ણ રીતે ભાનમાં છે અને તેમના બધા અંગો બરાબર રીતે કામ કરી રહ્યાં છે.
ટ્રોમા સર્જરી એન્ડ ક્રિટિકલ કેયરના પ્રોફેસર ડો. અમિત ગુપ્તાએ કહ્યું કે તેમનું સાજા થવું એ કોઈ ચમત્કારથી કમ નથી. અત્રે જણાવવાનું કે કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં 14 ફેબ્રુઆરીના રોજ હાજિન વિસ્તારમાં આતંકીઓ સાથે એન્કાઉન્ટર થયું હતું. જેમાં 3 જવાનો શહીદ થયા હતાં તથા એક આતંકી માર્યો ગયો હતો. એન્કાઉન્ટરમાં ચેતન ચીતા ગંભીર રીતે ઘવાયા હતાં. તેમને 9 ગોળીઓ વાગી હતી.
ચેતન ચીતાની પત્ની ઉમા સિંહે કહ્યું કે ફિટનેસને લઈને CRPF ઓફિસરનો લગાવ અને તેમના સ્ટ્રોંગ વીલ પાવરે તેમને સાજા થવામાં મદદ કરી. ચેતને આતંકીઓ સામે લડતા 16 રાઉન્ડ ફાયર કર્યા હતાં અને અબૂ હારિસ નામના આતંકીને માર્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસીરિયાના કેમિકલ હુમલામાં 100થી વધુના મોત,અમેરિકા-રશિયા કાઢે છે એકબીજાનો વાંક
Next articleઅગાઉના વડાપ્રધાનો કરતાં મોદી છે નોખી માટીનાઃ ચીન