Home દુનિયા - WORLD સીરિયાના કેમિકલ હુમલામાં 100થી વધુના મોત,અમેરિકા-રશિયા કાઢે છે એકબીજાનો વાંક

સીરિયાના કેમિકલ હુમલામાં 100થી વધુના મોત,અમેરિકા-રશિયા કાઢે છે એકબીજાનો વાંક

443
0

(જી.એન.એસ), તા.૫
ક્રૂર આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના વર્ચસ્વવાળા વિસ્તાર સીરિયાના ઈરબિલ પ્રાંતમાં થયેલા કેમિકલ હુમલાથી આખું વિશ્વ હચમચી ઉઠયું છે. હુમલામાં 11 બાળકો સહિત 100થી વધારે લોકો મોતને ભેટયા છે જ્યારે 400 જેટલાને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સંયુક્ત રાષ્ટ્ર (યુએન) અને અમેરિકા સહિત અનેક દેશોએ આ ઘટનાને વખોડી કાઢી છે. બીજુબાજુ સોશિયલ મીડિયા પર આ કમકમાટીભરી ઘટનાની તસવીરો વાયરલ થઈ છે.
કેમિકલ હુમલા પછી ચારે તરફ રસ્તા પર માણસો પડ્યા હતા, કેમિકલની અસર ઓછી કરવા બાળકોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યાં છે. અમેરિકાએ આ હુમલા માટે સીરિયાની બસર અલ અસદ સરકારને જવાબદાર ગણાવી છે.
બીજીબાજુ સીરિયા સરકારે હુમલા માટે બળવાખોરોને દોષિત ઠરાવ્યા છે. જ્યારે બળવાખોર જૂથ સીરિયન નેશનલ કોએલિશને જણાવ્યું હતું કે 2013માં પણ સીરિયાની સરકારે આ જ રીતે કેમિકલ હુમલો કર્યો હતો.
હુમલા અંગે યુએન સુરક્ષા પરિષદની તાકિદ બેઠક બોલાવવામાં આવી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ જણાવ્યું હતું કે સીરિયાએ આચરેલી ક્રૂરતાની અવગણના થઈ શકે નહીં
સીરિયા સરકારની તરફેણ કરતાં રશિયાએ પણ આ હુમલામાં તેની સંડોવણીને રદિયો આપ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકાશ્મીર મુદ્દે અમેરિકાની મધ્યસ્થિ, ભારતનો અસ્વીકાર, પાકિસ્તાનનો સ્વીકાર
Next articleચમત્કાર: 9 ગોળીઓ ખાધા બાદ પણ જાબાંઝ CRPF ઓફિસરે જીતી જીંદગીની જંગ