Home દેશ - NATIONAL ગૌતમ અદાણીની કંપનીના શેરે રોકાણકારોને આપ્યું 899% રિટર્ન

ગૌતમ અદાણીની કંપનીના શેરે રોકાણકારોને આપ્યું 899% રિટર્ન

13
0

(GNS),26

ચાલુ સપ્તાહે અદાણી ગ્રૂપ(Adani Group)ની લિસ્ટેડ કંપનીઓના શેર ફોકસમાં હતા. ગ્રૂપના મોટાભાગના શેર ઉંચકાયા હતા. ગ્રુપની સૌથી સસ્તી સ્ક્રીપટ અદાણી પાવરના શેરમાં આજે નો ઉછાળો જોવા મળ્યો હતો. કંપનીનો શેર રૂપિયા 261 પર કારોબાર કેરી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે અદાણી ગ્રુપની કુલ 7કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે.આ જૂથે હસ્તગત કરેલી અન્ય કંપનીઓમાં NDTV, અંબુજા સિમેન્ટ અને ACCનો પણ સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે અદાણી પાવરના શેરે છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 899% જેટલું મજબૂત વળતર આપ્યું છે. આ દરમિયાન તેની કિંમત 26 રૂપિયાથી વધીને 261 રૂપિયા થઈ ગઈ છે.

શેરમાં તેજી પાછળ એક ડીલ છે. હકીકતમાં આ રવિવારે યુએસ સ્થિત ઇન્વેસ્ટમેન્ટ ફર્મ બૈન કેપિટલે અદાણી ગ્રુપની ફાઇનાન્સ કંપની અદાણી કેપિટલ અને અદાણી હાઉસિંગમાં 90% હિસ્સો ખરીદવાની માહિતી આપી હતી. આ ડીલ હેઠળ બેઈન કેપિટલ અબજોપતિ ગૌતમ અદાણીની નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની (NBFC)માં 90% હિસ્સો ખરીદશે. બાકીનો 10% હિસ્સો મેનેજમેન્ટ, MD અને CEO ગૌરવ ગુપ્તા પાસે રહેશે. બેઇન કેપિટલનો હિસ્સો હસ્તગત કર્યા પછી, અદાણી ગ્રુપ કંપનીમાં વધારાના $120 મિલિયનનું રોકાણ કરશે. અદાણી પાવર લિમિટેડનો શેર આજે બુધવારે સવારે 10:51AM (IST) પર BSE પર 0.49 ટકા વધીને રૂ. 261.2 પર ટ્રેડ થયો હતો. શેરે રૂ. 132.55ની 52 સપ્તાહની નીચી કિંમત અને રૂ. 432.8ની ઊંચી કિંમત દર્શાવી હતી. શરૂઆતના દિવસે શેરમાં ગેપ અપ ઓપનિંગ જોવા મળ્યું હતું. પ્રવર્તમાન ભાવે શેરે તેની પાછળના 12-મહિનાના EPS રૂ. 27.81 પ્રતિ શેરના 9.36 ગણા અને તેની બુક વેલ્યુના 4.5 ગણા, BSE ડેટા મુજબ ટ્રેડ કર્યો હતો.

શેરનું પર્ફોમન્સની જો વાત કરીએ તો, 10:51AM (IST) સુધી કુલ 817,756 શેર કાઉન્ટર પર બદલાયા હતા. શેરનું બજાર મૂલ્ય રૂ. 100434.69 કરોડ છે અને તે પાવર જનરેશન – થર્મલ ઉદ્યોગનો એક ભાગ છે. છેલ્લા એક વર્ષમાં સેન્સેક્સમાં 19.2 ટકાના વધારાની સરખામણીમાં આ સ્ક્રીપ અંડરપર્ફોર્મર રહી છે, જે 12.28 ટકા નીચે છે.દિવસ દરમિયાન, શેર રૂ. 264.5 થી રૂ. 254.25 ની વચ્ચે ગયો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરોકટની ગતીએ ઉચકાયા આ ગ્રુપના શેર, સસ્તા શેર પણ ભારે ઉછળ્યાં
Next articleઈન્સ્ટાગ્રામ યુઝરે એક્ટરને “ગુટખા ખાઓ છો?..” પૂછતા એક્ટરે ચોખ્ખો જવાબ આપ્યો