Home ગુજરાત ગુજરાત: માગણીઓ નહિ સંતોષાતા મહેસુંલ કર્મચારીઓ ફરી હડતાળ ઉપર: આગામી સમયમાં ઉગ્ર...

ગુજરાત: માગણીઓ નહિ સંતોષાતા મહેસુંલ કર્મચારીઓ ફરી હડતાળ ઉપર: આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ તૈયારી..

313
0

(જી.એન.એસ. કાર્તિક જાની) તા.૧૭

ગુજરાતમાં આજ કાલ દરેક વર્ગના લોકો તેમજ દરેક સરકારી વિભાગના લોકો પોતાની માગણીઓને લઈને હળતાળો કરવામાં આવે છે.જાણે ગુજરાતમાં હળતાળોની મોસમ આવે ગઈ હોય તેવું લાગી રહ્યું છે.છતાં પણ પથ્થર બનેલી સરકાર કોઈની માંગણીઓ સ્વીકારવાનું નામ નથી લેતી અને હડતાળ કર્યા છતાં પણ તેમની માંગણીઓ સ્વીકારતી નથી સરકાર દવારા લોલીપોપ આપી હડતાળ સમેટાઈ લેવામાં આવે છે.આવી જ ઘટના ગુજરાત રાજયના વર્ગ 3 ના મહેસુલ કર્મચારીઓ સાથે બની હતી અને પોતાની મોંગો નહિ સંતોષતા આજે ફરી હડતાળ કરવામાં આવી છે .ગાંધીનગર કલેક્ટર કચેરીમાં કામ કરતા મહેસૂલી વિભાગના કર્મચારીઓ રજાના દિવસે કલેક્ટર કચેરી સામે પોતાના વિભાગના કર્મચારીઓની 13 જેટલી માંગણીઓને લઇને ધરણા પર બેઠા હતા. મહેસૂલી અંગેની કામગીરીમાં સામાન્ય માણસોને તકલીફ ના પડે તે માટે ક્મચારીઓ દ્વારા રજાના દિવસને ધરણા માટે પસંદ કરવામાં આવ્યો છે. આ અંગે માહિતી આપતા મહેસૂલ મહામંડળના પ્રમુખે જણાવ્યું હતું કે, જો અમારી માંગણીઓ સંતોષવામાં આવશે તો અમે આગામી દિવસોમાં આપવામાં આવનાર કાર્યક્રમો રદ્દ કરીશું. પરંતુ આ સરકાર અમારી ઘણા સમયથી માંગણીઓ સ્વીકારતી નથી અને હવે જો અમારી માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં કાળી પટ્ટી ધારણ કરવામાં આવશે. તેમજ માસ સીએલ અને ત્યાર બાદ હડતાળ પર જવાની તૈયારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસાબરકાંઠા:ઇડર તાલુકાના વસઈ ગામે ૧૪ ઓગસ્ટે વિધાર્થીઓને ગણવેશ આપી ઉજવણી કરવામાં આવી.
Next articleકરણી સેના દ્વારા આજે કરણી સેના આમુખ મુખ પત્રનું વિમોચન કરવામાં આવ્યું ..