Home ગુજરાત ગુજરાતમાં ભડકે બળ્યા સીએનજીના ભાવ

ગુજરાતમાં ભડકે બળ્યા સીએનજીના ભાવ

51
0

(જી.એન.એસ),તા.૦૨
અમદાવાદ
દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ જનતાની કમરતોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ, શાકભાજી, દૂધ સહિત ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ત્યારે હવે અદાણીએ ગેસના ભાવ વધાર્યાં છે. લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગ્રાહકોને મોંઘવારીનો માર પડવાનું શરૂ થઇ ગયું હતું. પેટ્રોલ તેમજ ડીઝલ પર હવે મોંઘવારીનો માર પડવાનું શરૂ થઈ ગયું છે. તે પહેલા જ સીએનજીના ભાવ વધવાની શરૂઆત થઈ ગઈ છે. દેશમાં પાંચ રાજ્યોમાં થયેલા વિધાનસભા ચૂંટણી પૂરી થઈ ત્યારથી ચૂંટણીના પરિણામ બાદ તેની અસર ભાવ પર પડવા લાગી છે. કિંમતોમાં વધારો વૈશ્વિક સ્તર પર તેલના વધુ ભાવ બોલાઈ રહ્યાં છે. તો બીજી તરફ, સીએનજીના ભાવ પણ વધી ગયા છે, આવામાં એટલુ તો સ્પષ્ટ છે કે, આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેજી જાેવા મળી શકે છે. ગુજરાતમાં આજથી અદાણીએ સીએનજીમાં નવો ભાવવધારો લાગુ કર્યો છે. ગુજરાતમાં અદાણીએ ફરી એક વખત સી.એન.જીના ભાવમાં વધારો કર્યો છે. સી.એન.જી ગેસમાં ૧.૯૯ રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે. ત્યારે સી.એન.જીનો જૂનો ભાવ ૮૩.૯૦ રૂપિયાથી વધારી આજથી નવો ભાવ ૮૫.૮૯ રૂપિયા લાગુ થશે. આજથી આ નવો ભાવ અમલી થશે. જેથી નાગરિકોના ખિસ્સા પર બોજ પણ વધશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆઈબીપીએસએ ૬ હજારથી વધુ જગ્યા માટે ભરતી કાઢી
Next articleઆઈટીઆરના વેરિફિકેશન માટે હવે માત્ર ૩૦ દિવસ મળશે