Home દેશ - NATIONAL આઈબીપીએસએ ૬ હજારથી વધુ જગ્યા માટે ભરતી કાઢી

આઈબીપીએસએ ૬ હજારથી વધુ જગ્યા માટે ભરતી કાઢી

39
0

(જી.એન.એસ),તા.૦૨
નવીદિલ્હી
સરકારી બેંકોમાં નોકરીની તૈયારી કરી રહેલા યુવાઓ માટે સુવર્ણ તક આવી છે. ઈન્સ્ટીટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શનએ પ્રોબેશનરી ઓફિસર/મેનેજમેન્ટ ટ્રેઈની પદો માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. યોગ્ય અને ઈચ્છુક ઉમેદવારો આ પદો માટે આજે એટલે કે ૨ ઓગસ્ટ ૨૦૨૨થી (આઈ.બી.પી.એસ)ની અધિકૃત વેબસાઈટ ૈહ્વॅજ.ૈહ ના માધ્યમથી અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયાના માધ્યમથી (આઈ.બી.પી.એસ) ૬ જાહેર ક્ષેત્રની બેંકોમાં ૬૪૩૨ ખાલી પદોની ભરતી કરશે. જેમાં પંજાબ નેશનલ બેંક, કેનેરા બેંક, બેંક ઓફ ઈન્ડિયા સહિત કેટલીક બેંક સામેલ છે. પ્રોબેશનરી ઓફિસર/ મેનેજમેન્ટ ટ્રેઈની પદો માટે ઉમેદવાર ૨૨ ઓગસ્ટ ૨૦૨૨ સુધી અરજી કરી શકશે. (આઈ.બી.પી.એસ) ર્ઁં પદો માટે અરજીકર્તાઓની પસંદગી ઓનલાઈન પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. જે બે તબક્કામાં (પ્રીલિમ્સ અને મેઈન્સ) આયોજિત કરવામાં આવશે. (આઈ.બી.પી.એસ) ર્ઁં પ્રીલિમ્સ પરીક્ષા ઓક્ટોબર ૨૦૨૨માં આયોજિત કરાશે. પ્રીલિમ્સ પરીક્ષા પાસ કરનારાઓને નવેમ્બરમાં (આઈ.બી.પી.એસ) ર્ઁં મેઈન્સ પરીક્ષા માટે બોલાવવામાં આવશે. ત્યારબાદ જાન્યુઆરી/ફેબ્રુઆરી ૨૦૨૩માં શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારો માટે ઈન્ટરવ્યું યોજવામાં આવશે. અત્રે જણાવવાનું કે કેનેરા બેંકમાં સૌથી વધુ ૨૫૦૦ પદો માટે ભરતી નીકળી છે. પ્રોબેશનરી ઓફિસર/મેનેજમેન્ટ ટ્રેઈની જગ્યાઓ માટે અરજી કરનારા અરજીકર્તા પાસે સરકાર માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જાેઈએ. આ જગ્યાઓ માટે અરજીકર્તાની ઉંમર ઓછામાં ઓછી ૨૦ વર્ષ અને વધુમાં વધુ ૩૦ વર્ષ હોવી જાેઈએ. અરજીકર્તાનો જન્મ ૨-૮-૧૯૨૨ પહેલા અને ૧-૮-૨૦૦૨ બાદ થયો હોવો જાેઈએ નહીં. આ ભરતી સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારો ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદિલ્હી એરપોર્ટ પર વિમાનના નોઝ વ્હીલ સાથે કાર ટકરાતા બચી
Next articleગુજરાતમાં ભડકે બળ્યા સીએનજીના ભાવ