Home દેશ - NATIONAL આઈટીઆરના વેરિફિકેશન માટે હવે માત્ર ૩૦ દિવસ મળશે

આઈટીઆરના વેરિફિકેશન માટે હવે માત્ર ૩૦ દિવસ મળશે

45
0

(જી.એન.એસ),તા.૦૨
નવીદિલ્લી
ઈન્કમટેક્સ ભરવાની ડેડલાઈન સમાપ્ત થઈ ગઈ છે. ઈન્કમ ટેક્સ ઈન્ડિયા અનુસાર ૩૧ જુલાઈના રાતના ૧૧ કલાક સુધી કુલ ૫.૭૮ કરોડ ટેક્સપેયર્સે પોતાનું આઈટીઆર ભરી દીધું છે. પરંતુ આઈટીઆર ફાઈલ કરવાથી કામ પૂરું થઈ જતું નથી. તેના પછી ટેક્સપેયર્સે પોતાના આઈટીઆરનું વેરિફિકેશન પણ કરવું પડે છે. ઈન્કમ ટેક્સ રિટર્ન વેરિફિકેશન સાથે જાેડાયેલ એક ફેરફાર થયો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે આઈટીઆર વેરિફિકેશન સાથે જાેડાયેલી સમયસીમાને ઓછી કરી નાંખી છે. આઈટીઆર વેરિફિકેશન કરાવવા માટે હવે ૧૨૦ દિવસની જગ્યાએ ૩૦ દિવસ જ મળશે. સીબીડીટીએ પોતાના એક નોટિફિકેશનમાં આ વાતની જાણકારી આપી છે. આઈટીઆર ફાઈલ કર્યા પછી તેનું વેરિફિકેશન જરૂરી છે. તેના વિના પ્રક્રિયા પૂરી થતી નથી. સીબીડીટીના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છેકે આઈટીઆર ભરવાના ૩૦ દિવસ તેને વેરિફાય કરવાનું રહેશે. જાે આ સમયગાળા પછી કોઈ વેરિફિકેશન કરે છે તો તે માન્ય નહીં હોય. આવી સ્થિતિમાં ટેક્સપેયર્સનું નામ આઈટીઆર ફાઈલ ન કરનારા લોકોની યાદીમાં સામેલ થઈ જશે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે જાે આઈટીઆર ડેટાને ઈલેક્ટ્રોનિક રીતે ટ્રાન્સફર કર્યાના ૩૦ દિવસની અંદર આઈટીઆરનું વેરિફિકેશન સબમિટ કરવામાં આવે છે. આ સ્થિતિમાં જ ડેટા ટ્રાન્સફરની તારીખને રિટર્ન કરવાની તારીખ માનવામાં આવશે. તેને લઈને વિભાગે સ્પષ્ટ કરી દીધું છે કે આ નોટિફિકેશનના આવતાં પહેલાં જે લોકોએ રિટર્ન ફાઈલ કરી દીધું હતું. તેના માટે ૧૨૦ દિવસનો સમય લાગુ પડશે. પરંતુ જેણે ૨૯ જુલાઈ પછી આઈટીઆર દાખલ કર્યું છે તેના પર આ નિયમ લાગુ નહીં થાય. ૨૯ જુલાઈએ જ સીબીડીટીએ આ નોટિફિકેશન જાહેર કર્યુ હતું. સીબીડીટીનો આ નિયમ ઈ-વેરિફિકેશન કરાવનારા માટે જ છે. જાે કોઈ આઈટીઆર વેરિફિકેશન સમય પર કરતો નથી તો માની લેવામાં આવશે કે તેણે આઈટીઆર દાખલ કર્યુ નથી. તેના પછી ટેક્સપેયર્સને ફરીથી પોતાના ડેટાને સબમિટ કરવાનો રહેશે અને ૩૦ દિવસની અંદર વેરિફાઈ કરવાનું રહેશે. નેટ બેકિંગ, આધાર ઓટીપી, બેંક એકાઉન્ટ, એટીએમથી આઈટીઆર ફાઈલ થઈ શકે છે. ૩૧ જુલાઈ પછી આઈટીઆર ફાઈલ કરનારા લોકોએ લેટ ફાઈન ભરવો પડશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતમાં ભડકે બળ્યા સીએનજીના ભાવ
Next article૫જી સ્પેક્ટ્રમની હરાજીમાં રિલાયન્સ જિયોનો દબદબો