Home દેશ - NATIONAL ગુગલે ખાસ ડૂડલ બનાવીને મહાન ઉર્દુ શાયર મિર્ઝા ગાલિબને પાઠવી જન્મદિનની શુભેચ્છા

ગુગલે ખાસ ડૂડલ બનાવીને મહાન ઉર્દુ શાયર મિર્ઝા ગાલિબને પાઠવી જન્મદિનની શુભેચ્છા

485
0

(S.yuLk.yuMk)LÞw rËÕne,íkk.27
આગ્રા, દિલ્હી અને કલકત્તામાં પોતાનું જીવન પસાર કરનાર ગાલિબને ખાસ કરીને તેમની ઉર્દુ ગઝલો માટે યાદ કરવામાં આવે છે. આ મહાન શાયરનો જન્મ 27 ડિસેમ્બર 1796માં ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં એક સૈનિકના કુટુંબમાં થયો હતો. ગઈ કાલે શેર-ઓ-શાયરીની દુનિયાના બાદશાહ, ઉર્દુ અને ફારસી ભાષાના મહાન શાયર મિર્ઝા ગાલિબનો 220મો જન્મદિવસ હતો. આ અવસરે ગુગલે ખાસ ડૂડલ બનાવીને તેમને સમર્પિત કર્યું હતુ. મિર્ઝા ગાલિબનું પૂરુ નામ અસદ-ઉલ્લાહ બેગ ખાં ઉર્ફ ગાલિબ હતુ. તેમનો એક શેર……. ઈશ્કને ‘ગાલિબ’ નિકમ્મા કર દિયા વરના હમ ભી આદમી થે કામ કે તેમના દાદા મિર્ઝા કોબાન બેગ ખાન અહેમદ શાહના શાસનકાળમાં સમરકંદથી ભારત આવ્યા હતા. તેમણે દિલ્હી, લાહોર અને જયપુરમાં કામ કર્યું. તેમજ આગ્રામાં વસ્યા. ગાલિબના પ્રારંભિક શિક્ષણ વિશે કંઈ પણ સ્પષ્ટ નથી પરંતુ ગાલિબ કહેવા અનુસાર તેમણે 11 વર્ષની ઉંમરમાં જ ઉર્દુ અને ફારસીમાં ગદ્ય તથા પદ્ય લખવાનો આરંભ કરી દીધો હતો. તેમને ઉર્દુ ભાષાના સર્વકાળ મહાન શાયર માનવામાં આવે છે. ફારસી કવિતાના પ્રવાહને હિન્દુસ્તાની રીતમાં લોકપ્રિય કરવાનો શ્રેય પણ તેમને જાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleતેલંગાણાની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ એકમાત્ર મેદાનમાં ઉતરશે’: કે. લક્ષ્મણ
Next articleઈજિપ્તમાં 15 આતંકવાદીઓને મળી ફાંસીની સજા