Home દેશ - NATIONAL તેલંગાણાની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ એકમાત્ર મેદાનમાં ઉતરશે’: કે. લક્ષ્મણ

તેલંગાણાની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ એકમાત્ર મેદાનમાં ઉતરશે’: કે. લક્ષ્મણ

318
0

(S.yuLk.yuMk)LÞw rËÕne,íkk.27
તેલંગાણામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે. લક્ષ્મણે જણાવ્યુ કે રાજ્યમાં 2019માં થનાર વિધાનસભા ચૂંટણીના મેદાનમાં ઉતરનાર ભાજપ એકમાત્ર પાર્ટી હશે. તેલંગાણા પ્રદેશ ભાજપ અધ્યક્ષ કે. લક્ષ્મણે જણાવ્યુ કે અમે કોઈ ગઠબંધન કરીશુ નહીં. ભાજપ એકલુ જ ચૂંટણી લડશે અને સત્તામાં આવશે. લક્ષ્મણે આરોપ લગાવ્યો છે કે રાજ્યના લોકો સત્તારૂઢ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)થી દુ:ખી છે કેમ કે પાર્ટી ચૂંટણી દરમિયાન કરવામાં આપેલા વચનોને પૂરા કરવામાં નિષ્ફળ રહી છે. ભાજપ નેતાએ દાવો કર્યો કે જનતા ગત ત્રણ વર્ષથી ધીરજપૂર્વક રાહ જોઈ રહી છે કે મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ ચૂંટણીમાં કરેલા વચનો પૂરા કરશે પરંતુ આટલા વર્ષોમાં તે સમગ્રરીતે નિરાશ રહ્યા છે. તેમણે કહ્યું કે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ પાસે લોકોને વચનોમાં આપવા માટે હવે કંઈજ બચ્યુ નથી. ભાજપે 2018માં ટીઆરએસ વિરુદ્ધ ચૂંટણી સંઘર્ષનું એલાન કર્યું છે. કોંગ્રેસની પાસે તેલંગાણાના લોકો સમક્ષ રજૂ કરવા નવુ કંઈ પણ નથી. આ રાજ્યમાં તેમને ફગાવી દેવામાં આવશે કેમ કે સમગ્ર દેશમાં તેમને ફગાવી દેવામાં આવ્યુ છે. ભાજપ પાસે રાજ્યની 119 સભ્યોની વિધાનસભામાં પાંચ સભ્યો છે. ઉલ્લેખનીય છે કે તેલંગાણામાં 2019માં સામાન્ય ચૂંટણી સાથે જ વિધાનસભા ચૂંટણી યોજાનાર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article50 વર્ષ જુનું ચર્ચ બન્યું સ્વામિનારાયણ મંદિર
Next articleગુગલે ખાસ ડૂડલ બનાવીને મહાન ઉર્દુ શાયર મિર્ઝા ગાલિબને પાઠવી જન્મદિનની શુભેચ્છા