Home દુનિયા ઈજિપ્તમાં 15 આતંકવાદીઓને મળી ફાંસીની સજા

ઈજિપ્તમાં 15 આતંકવાદીઓને મળી ફાંસીની સજા

473
0

(S.yuLk.yuMk)ઈજિપ્ત,íkk.27
ઈજિપ્તમાં મંગળવારે 15 આતંકવાદીઓને ફાસીએ ચઢાવી દેવાયા હતાં. દેશના પૂર્વોત્તર વિસ્તારમાં થયેલા હુમલા માટે આ આતંકવાદીઓ દોષિત હતાં. હુમલામાં ઈજિપ્તના નવ સૈનિકોના મોત થયા હતાં. ઈજિપ્ત સરકારના અધિકારીના જણાવ્યા અનુસાર 11 આતંકીઓને બુર્જ અલ અરબ જેલમાં મોતની સજા અપાઈ હતી. આ જેલ એલેકઝાંડ્રિયાથી 55 કિમીના અંતરે છે.
અસ નચરુન જેલમાં બાકીના ચાર આંતકીઓને લટકાવી દેવાયા હતાં. કેરોથી આ જેલ 120 કિમીના અંતરે છે. આ જ આતંકીઓએ સિનાઈની રાજધાની અલ-આરિશ શહેરમાં એક સૈન્ય ચોકી પર પણ હુમલો કર્યો હતો. સૈન્ય અદાલતે જૂન 2015માં 15 આરોપીઓને દોષિત ઠરાવ્યા હતા. ત્યારબાદ અપીલ કોર્ટે પણ ચુકાદો યથાવત રાખ્યો હતો.

Previous articleગુગલે ખાસ ડૂડલ બનાવીને મહાન ઉર્દુ શાયર મિર્ઝા ગાલિબને પાઠવી જન્મદિનની શુભેચ્છા
Next article‘હું ભારત જઈશ તો કટ્ટરવાદી મુલ્લાઓ રજા પર મક્કા જતા રહેશે’: ઈમામ મોહમ્મદ