Home ગુજરાત ગુજરાતના મુખ્યમંત્રીએ લોકોની કઈ સમૃધ્ધિ જોઈને ટ્રાફિક દંડનાત્મક સુધારા કર્યા….?..!

ગુજરાતના મુખ્યમંત્રીએ લોકોની કઈ સમૃધ્ધિ જોઈને ટ્રાફિક દંડનાત્મક સુધારા કર્યા….?..!

427
0

(જીએનએસ,હર્ષદ કામદાર)
દેશમાં લોકોની સલામતી અને ટ્રાફિક નિયમન માટે કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ દેશના લોકોની સમૃદ્ધિ અને ખુશહાલી જોઈને તેમજ કેન્દ્ર સરકારની નાણાની જરૂરત જોઈને ટ્રાફિક દંડનાત્મક જોગવાઈમા સુધારો કરી ભારે દંડની જોગવાઈઓ કરી દીધી. બિન ભાજપા રાજ્યોની સરકારોએ તેમજ ગુજરાત સિવાયનાએ તેનો અમલ કરી દીધો. કેન્દ્ર સરકારે દેશમાં નોટ બંધી અને જીએસટીનો અમલ થતા દેશમાંથી ગરીબી દૂર થઈ, લોકોની આવક મોટા પ્રમાણમાં વધી, દેશભરના તમામ ઉદ્યોગ-ધંધા ધમધમી ઉઠતા ઉત્પાદન વધ્યું, અને ખેતીમાં પણ ઉત્પાદન વધી ગયું….! વિવિધ માલના ઢગલા થઈ ગયા…. ખેડૂતોની આવક વધી અને દેશમાંથી વિવિધ ક્ષેત્રના ઉત્પાદનોની નિકાસ વધી…..!! પરિણામે દેશને બહોળા પ્રમાણમાં હૂંડિયામણની આવક વધતા આકાશે અડધી મોંઘવારી ઘટી ગઈ…. દેશમાં દરેક વ્યક્તિને પોતાનું ઘર પણ થઈ ગયું આવી સમૃદ્ધિ જોઈ-સમજીને કેન્દ્ર સરકારે ટ્રાફિક દંડનાત્મક નિયમનમાં ભારે જોગવાઈઓ કરી નાખી….ઉપરાત કેન્દ્ર સરકારને નાણાંની જરૂર છે જેથી દંડમા વધારો પણ થવાનો જેને કારણે સરકારની આવક પણ વધી જવાની ગણતરી મૂકી દીધી….!! પરંતુ બિનભાજપી રાજ્યોએ ટ્રાફિક જોગવાઈઓ સ્વીકારી નહીં એ જ રીતે ગુજરાત ભાજપ સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ કેન્દ્ર સરકારની આ દંડાત્મક જોગવાઈઓનો અસ્વીકાર કરી તમતમતો તમાચો મારી દીધો અને પોતાનું પાણી બતાવી નવી ટ્રાફિક દંડનાત્મક જોગવાઈઓ કરીને પોતાનુ હીર બતાવી દીધુ…..!?
ગુજરાતના મુખ્યમંત્રીએ ડોઢ વર્ષ પછી આવનાર ચૂંટણીઓને નજરમાં રાખીને લોકોના ખિસ્સાને ભાર પડે તેવી કેન્દ્રની જોગવાઈમા રાહત મળે તેવા ફેરફાર સાથે ગુજરાતના લોકોની સમૃદ્ધિ જોઈને- આવક જોઈને તેમજ કેન્દ્ર સરકારનો રોષ વહોરવો ના પડે તે રીતે 40 ટકા જેટલો ઘટાડો કરી ટ્રાફિક દંડાત્મક જોગવાઈઓ કરીને તેની જાહેરાત પણ કરી દેવામા આવી.પરંતુ લોકો તેમને વધુ યાદ રાખે તે રીતે દંડ નક્કી કર્યા છે. આના કારણે લોકો પોતાનો રોષ અને નફરતનો પડઘો સમય આવતા જરૂર પાડશે તે નિશ્ચત છે….! ગુજરાત ભરનુ ઈન્ફાસ્ટ્રક્ચર-લોકોની સુવિધાઓ સિગાપુર જેવી થઈ ગઈ હોય તેવુ માનીને ગુજરાતમા ટ્રાફિક દંડનાત્મક જોગવાઇઓમાં રાહતો જાહેર કરી દીધી છે…..!! અને લોકોના ખીસ્સાને પરવડે કે ના પરવડે…..! પરંતુ કડકાઈથી અમલ કરવાના આદેશો પણ આપી દીધા છે.
રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ લોકોને ટ્રાફિક સંબંધી દંડ સુધારાની જે જોગવાઈઓ કરી છે તેમાં વિવિધ પ્રકારના ટ્રાફિક નિયમના ભંગ કરવા માટે જુદી જુદી દંડની રકમ નક્કી કરી છે અને તે પણ ગુજરાતના પ્રજાજનોની સમૃધ્ધિ જોઈને….!! જેમાં રૂપિયા 100 દંડની જોગવાઈ હતી તેમાં સુધારો કરી પ્રથમ વાર 500 બીજી વખત રૂપિયા 1000 ,જ્યારે ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરનારનો દંડ રૂ 1000 છે જે બીજી વાર માટે યથાવત રાખ્યો છે, તો અડચણરૂપ પાર્કિંગ- કાર પર ડાર્ક ફિલ્મ માટે દંડ હતોજ નહીં પરંતુ પ્રથમ વાર રૂપિયા 500 બીજીવાર 1000 કર્યા છે…… કારણ કે રાજ્યના અને દેશના વિકાસ માટે નાણાંની જરૂર છે તો હેલ્મેટ ન પહેરવો તેમજ વાહન પર પાછળ બેસનારે હેલ્મેટ ન પહેર્યો હોય તો પણ એક જ ગુનો જે માટે રૂપિયા 100 દંડ હતો તે રૂ.૫૦૦ કર્યો છે જોકે કેન્દ્રએ રૂપિયા 1000 કર્યો હતો, ભયજનક રીતે તેમજ રોંગ સાઇડ વાહન ચલાવનાર માટે માત્ર 1000 દંડ હતો જેમાં પ્રથમવાર માટે રૂપિયા 500 પછીના ગુના માટે 5,000 જ્યારે ઓવર સ્પીડ માટે રૂપિયા 400 હતો જે માટે હવે માત્ર પ્રથમવાર રૂ.500 અને પછીથી 4000 સુધી. જોકે આ દંડ ટુ અને થ્રી વ્હીલર માટે નો, જ્યારે ત્રિપલ સવારી માટે યથાવત રૂપિયા 100 રાખી ગુજરાતની પ્રજાને મોટી રાહત આપી છે….!!!!
મૂળ વાત એટલી જ કે શું દેશભરમાં લોકો સમૃદ્ધ બન્યા છે ખરા….? કારણ નોટબંધી- જીએસટી પછી અનેક ધંધા ઉદ્યોગો બંધ થઈ જતા ચાર કરોડ ઉપરાંત લોકો બેરોજગાર બન્યા છે. તો ગુજરાતમાં એક અંદાજ મુજબ 6 લાખ જેટલા લોકોએ રોજગારી ગુમાવી છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણી રાજ્યની કે લોકોની કઈ સમૃધ્ધિ જોઈને ટ્રાફિક દંડનાત્મક જોગવાઈઓની રાહત આપીને લોકોનો ભાર વધારી દીધો છે….?! તેવો સવાલ લોકોમા ઉઠયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગર પોલીસને “ખો” આપી ઢોંગી “ઢબુડી” વિદેશ ભાગી જવાની તૈયારીમાં..?
Next articleસાલું… વાહન લઈને બહાર નીકળવું હવે બહુ જોખમી થઇ ગયું છે