Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર જિલ્લા રોજગાર કચેરીએ વર્ષ ૨૦૨૩માં ૩૨ ઔદ્યોગિક ભરતી મેળા યોજીને ૪૧૮૭...

ગાંધીનગર જિલ્લા રોજગાર કચેરીએ વર્ષ ૨૦૨૩માં ૩૨ ઔદ્યોગિક ભરતી મેળા યોજીને ૪૧૮૭ ઉમેદવારોને અપાઈ રોજગારી: શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

19
0

(G.N.S) dt. 13

ગાંધીનગર,

ભરતી મેળામાં ૮૫ ટકા રોજગારી સ્થાનિક યુવાનોને આપવામાં આવે છે..

ગાંધીનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા વર્ષ ૨૦૨૩ દરમિયાન ૩૨ ઔદ્યોગિક ભરતી મેળાનું યોજવામાં આવ્યા હતા, જેમાં આશરે ૧૮૫ નોકરીદાતા દ્વારા ૪૧૮૭ જેટલા ઉમેદવારોને રોજગારી આપવામાં આવી છે, તેમ શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે વિધાનસભા ગૃહમાં સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું.

તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ૫૨૨, કલોલ તાલુકાના ૧૦૭૬, ગાંધીનગર તાલુકાના ૨૩૨૭ અને માણસા તાલુકાના ૨૬૨ ઉમેદવારોને રોજગારી આપવામાં આવી છે.

મંત્રી શ્રી રાજપૂતે કહ્યું હતું કે, રાજ્યના યુવાનોને સરળતાથી રોજગારી મળી રહે તે માટે દરેક જિલ્લાની રોજગાર કચેરી દ્વારા સ્થાનિક ખાનગી એકમો સાથે સંકલન કરી તેમના એકમોમાં ખાલી જગ્યાની માહિતી મેળવી અલગ અલગ ક્લસ્ટર આધારિત ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ૮૫ ટકા રોજગારી સ્થાનિક યુવાનોને આપવામાં આવે છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article300 એકરમાં ફેલાયેલું ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ 16 ફેબ્રુઆરીથી એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા (AFI)ની ફ્લેગશિપ ઈવેન્ટ-NIDJAM ની 19મી આવૃત્તિનું આયોજન કરશે
Next articleકચ્છ જિલ્લામાં નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને છેલ્લા પાંચ વર્ષમાં રૂ. ૨૨૩૭ લાખથી વધુની આર્થિક સહાય ચૂકવાઇ: સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર