Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર જિલ્લામાં મતદાન જાગૃત્તિ અભિયાન અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ શેરી, મહોલ્લા, ગ્રામ પંચાયત...

ગાંધીનગર જિલ્લામાં મતદાન જાગૃત્તિ અભિયાન અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ શેરી, મહોલ્લા, ગ્રામ પંચાયત અને ડેરી ખાતે નાગરિકોને અવશ્ય મતદાન કરશે ના શપથ લેવડાવવામાં આવ્યા

32
0

(G.N.S) dt. 27

ગાંધીનગર,

દહેગામ અને કલોલ તાલુકામાં આવેલા મોલ, રેસ્ટોરન્ટ, નાની- મોટી દુકાનો અને જાહેર સ્થળોએ મતદાન જાગૃત્તિ ઝુંબેશ યોજાઇ

કલોલ તાલુકાના ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રીઓને અને વાલીઓને અનન્ય વિધાલય ખાતે મતદાન જાગૃતિ અન્વયે અચૂક મતદાન કરે તે માટેના શપથ લેવડાવ્યા

ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪માં વધુમાં વધુ મતદાન થાય તેવા ઉમદા આશયથી જિલ્લામાં મતદાન જાગૃત્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સીઆરસી અને બી.એલ.ઓ દ્વારા આજે જિલ્લાના વિવિધ સ્થળો ખાતે મતદાન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
ગાંધીનગર જિલ્લામાં લોકશાહીના અવસરમાં સર્વે મતદારો સહભાગી બને તેવા ઉમદા આશયથી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ વિવિધ મતદાન જાગૃત્તિના કાર્યક્રમોનું આયોજન સ્વીપ નોડલ અધિકારી શ્રી ર્ડા. બી.એન.પ્રજાપતિ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
જે અંતર્ગત આજરોજ ગાંધીનગર જિલ્લાના દહેગામ, કલોલ અને અન્ય તાલુકામાં આવેલા મોલ, રેસ્ટોરન્ટ, નાની મોટી દુકાનો, દૂધ ડેરી અને અન્ય જાહેર સ્થળોએ મતદાન જાગૃતિ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં સર્વે નાગરિકોને આગામી તા. ૦૭મી મે, ૨૦૨૪ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન અવશ્ય કરીશું અને પરિવારના સભ્યોને મતદાન કરવા પ્રેરિત કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. તે ઉપરાંત મતદાન જાગૃત્તિના શપથ ગામોના વિવિધ શેરી, મહોલ્લા, મંદિર, ગ્રામ પંચાયત, ડેરી અને ગામના જાહેર સ્થળો ખાતે પણ આ શપથ લેવડાવવામાં આવ્યા હતા.
કલોલ તાલુકામાં મતદાન જાગૃત્તિ અર્થે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલોલ તાલુકાના ટ્રસ્ટીશ્રીઓ અને આચાર્યશ્રીઓને અનન્ય વિધાલય, કલોલ ખાતે મતદાન જાગૃતિ અન્વયે વિદ્યાર્થીઓના વાલીઓ અચૂક મતદાન કરે તે માટે જાગૃતિ ફેલાવવા તથા પરિવાર સાથે પોતે પણ અચૂક મતદાન કરે તે માટે શપથ લેવડાવવામાં આવ્યાં. તા. ૦૫મી મે, ૨૦૨૪ના રોજ RUN FOR VOTE રેલીમાં મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લાશિક્ષણાધિકારી અને સ્વીપના નોડલ અધિકારી શ્રી ર્ડા. બી.એન. પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ર્ડા. પિયુષ પટેલ સહિત આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમતદાન સ્ટાફ – ભારતની ચૂંટણી પ્રક્રિયાની કરોડરજ્જુ- શ્રીમતી પી. ભારતી, મુખ્ય નિર્વાચન અધિકારી
Next articleકેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહની ગુજરાતનાં પોરબંદર ખાતે ભવ્ય જનસભા