Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટીને લીલી ઝંડી આપી...

ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટીને લીલી ઝંડી આપી સહભાગી થતાં ગૃહ રાજ્ય મંત્રી

40
0

(G.N.S) Dt. 31

ગાંધીનગર,

રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે એકતા ખૂબ જ જરૂરી: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી

રાજ્ય ના પાટનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટીને લીલી ઝંડી આપી સહભાગી થતાં ગૃહ રાજ્ય મંત્રીશ્રી: વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ

આજે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં આવેલ સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુ પાસેથી ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ રન ફોર યુનિટીને લીલી ઝંડી આપી હતી અને રન ફોર યુનિટીમાં સહભાગી થયા હતા.

રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે એકતા ખૂબ જ જરૂરી છે તેમ જણાવી ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે દેશના તમામ નાગરિકો નાત-જાત-ધર્મથી પર રહી એક થઈ, એક ભારત શ્રેષ્ઠ ભારતના વિચારને અપનાવશે ત્યારે વૈશ્વિક ફલક ઉપર ભારત સર્વશ્રેષ્ઠ રાષ્ટ્ર તરીકે ઉભરી આવશે.

ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, અખંડ ભારતનો સ્વપ્ન સરદાર વલ્લભભાઈ પટેલે જોયું હતું અને તેને સાકાર પણ કર્યું હતું. જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સશક્ત ભારતનું સ્વપ્ન જોયું અને આજે તે સાકાર પણ થઈ રહ્યું છે.

ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આજે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ સમગ્ર રાષ્ટ્ર રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવી રહ્યો છે. નાગરિકોમાં એકતા વધે અને રાજ્યમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી રાજ્યમાં વિવિધ સ્થળોએ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે.

ગાંધીનગર ખાતેના આ રન ફોર યુનિટી કાર્યક્રમમાં ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, કલેકટરશ્રી, ગાંધીનગર રેન્જ આઈ.જી, પોલીસ અધિક્ષક, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મહાનુભાવો, બીએસએફ અને સીઆરપીએફના પોલીસ જવાનો, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના અને યોગ બોર્ડના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ સહિત ૫૦૦૦ થી વધુ નાગરિકો રન ફોર યુનિટીમાં સહભાગી થયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીવરફ્રન્ટ ખાતે આયોજિત રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી
Next articleઆગામી ૨૫ વર્ષમાં દેશની એકતા અને અખંડિતતાને વધુ બળવત્તર બનાવી વિશ્વને આપણા સામર્થ્યના દર્શન કરાવીએ: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી