Home મધ્ય ગુજરાત અમદાવાદ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા...

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીવરફ્રન્ટ ખાતે આયોજિત રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી

32
0

(G.N.S) dt. 31

અમદાવાદ

એક ભારત શ્રેષ્ઠ ભારત – દોડશે અમદાવાદ, જોડશે ભારત થીમ પર રન ફોર યુનિટીનું આયોજન થયું

ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલની પ્રેરક ઉપસ્થિતિ

૪.૨ કિલોમીટરની દોડમાં અંદાજિત ૭૦૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીવરફ્રન્ટ ખાતે આયોજિત રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી હતી. આ અવસરે ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલ પણ ઉપસ્થિતિ રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ૩૧મી ઑક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને એકતાની ઉજવણી કરવા માટે જીવનના તમામ ક્ષેત્રના લોકોને નજીક લાવીને સંવાદિતા અને એકતાના મૂલ્યોને પ્રોત્સાહન આપે છે.

ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલના વારસાને સન્માનિત કરવા માટે ગુજરાત સરકાર વિવિધ વય જૂથોના હજારો નાગરિકોને એકતા અને સૌહાર્દ તરફ વાળવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યભરમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામા આવે છે.

સમગ્ર ગુજરાતમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યા ઉપર રન ફોર યુનિટીનુ આયોજન કરવામા આવ્યું હતું. આ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રન ફોર યુનિટીને સાબરમતી રિવર ફ્રન્ટ ખાતેના ઇવેન્ટ સેન્ટરથી શરૂ કરવામા આવી હતી. આ દોડ કુલ ૪.૨ કિલોમીટર અંતરની રહી હતી, જેમાં અંદાજિત ૭૦૦૦થી વધુ લોકો જોડાયા હતા.

આ રન ફોર યુનિટીમાં અમદાવાદના મેયર શ્રી સુશ્રી પ્રતિભાબેન જૈન, મ્યુનિસિપલ કમિશનર શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, સર્વ ધારાસભ્યશ્રી તેમજ તમામ કાઉન્સિલરશ્રી અને અન્ય મહાનુભાવોએ, પોલીસના જવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમનીષ પોલ આગલી ફિલ્મ માટે લન્ડન માં શૂટ કરે છે, દિગ્દર્શક ધ્વનિ ગૌતમની પ્રશંસા મેળવે છે…
Next articleગાંધીનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટીને લીલી ઝંડી આપી સહભાગી થતાં ગૃહ રાજ્ય મંત્રી