Home ગુજરાત ઉત્તર ગુજરાત ગાંધીનગરનાં મગોડીની શાળાના બાળકોને ‘ગુડ ટચ, બેડ ટચ’ની સમજ અભયમ 181ની ટીમે...

ગાંધીનગરનાં મગોડીની શાળાના બાળકોને ‘ગુડ ટચ, બેડ ટચ’ની સમજ અભયમ 181ની ટીમે આપી

45
0

રાજયમાં વધતા જતા દુષ્કર્મોને ધ્યાનમાં રાખીને અભય મ 181 મહિલા હેલ્પ લાઈન દ્વારા શાળાના બાળકોને સારી અને ખરાબ બાબતોની સમજ આપવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અન્વયે ગાંધીનગરના મગોડીની આર એન પટેલ ઉ. મા. શાળામાં બાળકોને તલસ્પર્શી જ્ઞાન અભયમની ટીમ દ્વારા આપવામાં આવ્યું હતું. અભયમ 181 મહિલા હેલ્પ લાઈન ટીમના કર્મચારીઓ દ્વારા ગાંધીનગરનાં મગોડીની આર એન પટેલ શાળામાં વિધાર્થીઓ માટે “ગુડ ટચ બેડ ટચ “નો અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. જેમાં ધોરણ – 11 અને 12 ની વિદ્યાર્થીનીઓને ગુડ ટચ અને બેડ ટચ વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ અવેરનેસ પ્રોગ્રામમાં બાળકોને “ગુડ ટચ, બેડ ટચ” વિશેના પોસ્ટરો બતાવવામાં આવ્યા હતા. તેમજ અભયમ 181 મહિલા હેલ્પ લાઈન કામગીરીનું વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું ખાસ આયોજન બાળકોમાં જાગૃતતા લાવવા માટે કરવામાં આવ્યું હતું. બાળકોને સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શ આ અંગે સમજ આપવામાં આવી જેનાથી બાળકોમાં નવી ઉર્જા તેમજ ઉત્સાહનો સંચાર થયેલ અને બાળકોને પ્રેરણા મળી હતી.

આ ઉપરાંત બાળકોના આત્મવિશ્વાસમાં પણ ઉમેરો થયેલ તેમજ બાળકો પોતાના ગુપ્ત ભાગો અંગે તથા સારા અને ખરાબ સ્પર્શ અંગે વધુ સજાગ બન્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઘણી યોજનાઓ અમલમાં મૂકાયેલ છે. Women & Child Development Department (WCD) દ્વારા મહિલાઓની સુરક્ષા તથા મહિલા સશક્તિકરણના વિશેષ હેતુથી ‘181 અભયમ્ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે. રાજ્યમાં કોઈપણ જગ્યાએ મહિલાઓ પર ઘરેલું હિંસા બની રહી હોય અથવા એવો ભય હોય તો તે ઉક્ત હેલ્પ લાઈન નંબર પર ફોન કરી તાત્કાલિક મદદ મેળવી શકે છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમાળીયા-કચ્છ હાઈવે પર ટ્રકે ડમ્પરને ઠોકર મારતા અકસ્માત સર્જાયો
Next articleગાંધીનગરના જૂના સચિવાલય પાછળ પિસ્તોલ લઈને ફરતો શખ્સને એલસીબીએ પકડ્યો