Home ગુજરાત માળીયા-કચ્છ હાઈવે પર ટ્રકે ડમ્પરને ઠોકર મારતા અકસ્માત સર્જાયો

માળીયા-કચ્છ હાઈવે પર ટ્રકે ડમ્પરને ઠોકર મારતા અકસ્માત સર્જાયો

30
0

માળીયા કચ્છ હાઈવે પર ગેલોપ્સ હોટલ નજીક ટ્રકે આગળ જતાં ડમ્પરને ઠોકર મારતા અક્સમાત સર્જાયો હતો. જેમા ટ્રક ડ્રાઇવરનું મોત નીપજ્યું છે. આ મામલે માળીયા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબીના ગાળા ગામે રહેતા ફરિયાદી બાકુભાઈ ગોબરીયાભાઈ બાબેરીયાએ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, સવારના તેઓ પોતાનું ડમ્પર મોરબી-કચ્છ હાઈવે પર લઈને જતાં હતા.

તે દરમિયાન ગેલોપ્સ હોટલ નજીકથી પસાર થતા ત્યારે આરોપી નવલકિશોર ઉર્ફે નવલરાય કલીકારાય યાદવે પોતાના ટ્ર્કને પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રોડ પર આગળ જતા બાકુભાઈના ડમ્પરની પાછળના ઠાઠાના ભાગે ટ્રક અથડાવી દીધું હતું. જેને પગલે જીવલેણ અકસ્માત સર્જાયો હતો.

જેમાં નવલકિશોરને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું મોત નીપજ્યું હોવાની ફરિયાદ નોંધાવી માળિયા પોલીસમાં નોંધવામાં આવી છે. પોલીસે ઘટનાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમૂલ ડેરીના એમડી અમિત વ્યાસની ઇન્ડિયન ડેરી એસોસિએશના ચેરમેન તરીકે કરાઇ વરણી
Next articleગાંધીનગરનાં મગોડીની શાળાના બાળકોને ‘ગુડ ટચ, બેડ ટચ’ની સમજ અભયમ 181ની ટીમે આપી