Home ગુજરાત ગુજરાતમાં ચોર અને એક મહાચોરની હુંસાતુંસી ચાલી રહી છે : બાપુ

ગુજરાતમાં ચોર અને એક મહાચોરની હુંસાતુંસી ચાલી રહી છે : બાપુ

594
0

ભાજપ-કોંગ્રેસમાં ખરીદ વેચાણના તમાસા, મેરીટના આધારે થશે ઉમેદવારોની પસંદગી, બીન અનામતને ૨૫ ટકા, ઓ.બી.સી.ના ૨૭ ટકામાંથી ૧૦ ટકા અતિપછાત કોળી ઠાકોર, દેવી પૂજકને અનામતનો લાભ અપાશે
(જી.એન.એસ.) અમદાવાદ,તા.25
જનવિકલ્પ મોરચાના પ્રણેતા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આજે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે જન વિકલ્પ પાર્ટીને ચુંટણી પ્રતિક મળવામાં વિલંબ થાય તેમ હોવાથી અમારા ઉમેદવારો ઓલ ઇન્ડીયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટી નાં સત્તાવાર પ્રતિક ટ્રેક્ટર પર ચુંટણી લડશે. મૂળ રાજસ્થાન જયપુરની આ પાર્ટીના મહામંત્રી અનીલ શર્માએ પણ જનવિકલ્પ પાર્ટીના ઘટક તરીકે જોડાવાની જાહેરાત કરી હતી. શંકરસિંહ બાપુએ પત્રકાર પરિષદમાં કેટલીક જાહેરાતો કરી હતી જેમાં વિધવા પેન્શન દીઠ ૫ હજાર આપવા, ગામના સરપંચને હાથખર્ચી પેટે રૂ. ૫૦૦૦ આપવા અને રહેમ રાહે નોકરીની પ્રથા ફરીથી શરૂ કરવાની સાથે વિદ્યાર્થીઓ ની પરીક્ષા ફી સરકાર આપશે તવી જાહેરાત પણ કરી હતી. વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં માત્ર ૧૦૦ રૂ. ટોકન ફી લેવાશે. તેમને બીન અનામતને ૨૫ ટકા અનામત આપવાની જાહેરાતની સાથે ઓ.બી.સી.ના ૨૭ ટકા અનામત માંથી ૧૦ ટકા અનામત અતિપછાત એવા કોળી ઠાકોર, દેવી પૂજક વગેરે સમાજને આપવામાં આવશે.
તેમને એમ પણ કહ્યું કે કોળી ઠાકોર પછાત વર્ગ બોર્ડ ને નિગમ બનાવી દર વર્ષે ૧ હજાર કરોડની સહાય આપશે, ઘરનું ઘર યોજના હેઠળ ગામડામાં શૂન્ય વ્યાજની રૂ. ૧૦ લાખની અને શહેરમાં ૧૫ લાખની શૂન્ય વ્યાજની લોન અપાશે. જનવિક્લ્પની સરકાર રચાયા બાદ જી.એસ.ટી.નો અમલ એક વર્ષ મોકૂફ રાખવાની રજૂઆત કેન્દ્ર સરકાર ને કરવામાં આવશે. તેમેને કેન્દ્રીય ચુંટણી પંચને ઉદ્દેશીને એમ પણ કહ્યું કે ગુજરાત સરકારે કપાસ અને મગફળીની ખરીદી કરવાની જાહેરાત અગાઉથી જ કરી દીધી હોવાથી આચારસંહિતાના નામે આ ખરીદી રોકવામાં ન આવે તેવી અમારી લાગણી છે. જેથી ભાજપ સરકારને આચારસંહિતાનું બહાનું ન મળે તેમણે એમ પણ કહ્યું કે આમ આદમી પાર્ટીના સારા અને જીતી શકાય તેવા ઉમેદવારોને અમારી પાર્ટી ટેકો આપશે. જોકે એનસીપી સાથે ગઠબંધન કરવાની કોઈ સંભાવના નથી. અમારી પાર્ટીની નાના માણસો માટેની મોટી લડાઈ છે. અમારી લડાઈ કોઈ અદાણી, અંબાણી માટેની નથી. ભાજપ અને કોંગ્રેસમાં ચાલી રહેલી ગતિવિધિ અંગે તેમને કહ્યું કે એક ચોર અને એક મહાચોરની હુંસાતુંસી ચાલી રહી છે.
બંને પક્ષોમાં ખરીદ વેચાણ સંઘના તમાસા ચાલી રહ્યા છે ત્યારે ગુજરાતના મતદારો મેરીટ ના આધારે ઉમેદવારો પસંદ કરવા વિનંતી છે.
પત્રકાર પરિષદમાં ઉપસ્થિત ઓલ ઇન્ડીયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના મહામંત્રી અનીલ શર્માએ પ્રતિકાત્મક રીતે ટ્રેકટરનો સિમ્બોલ શંકરસિંહ વાઘેલાને સુપ્રત કર્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસગીર વયની પત્ની સાથે શારીરિક સંબંધ બળાત્કાર ગણાશે : સુપ્રિમ કોર્ટ
Next articleગરીબો રાશન લે કે ન લે મોદી સરકાર સબસિડી ખાતામાં જમા કરાવી દેવાશે