Home ગુજરાત ગાંધીનગર ખેડૂતોને ખેત તલાવાડીમાં પ્લાસ્ટીક લેયર ફીટ કરી આપવાની યોજના અન્વયે ૪૦ તાલુકાઓની...

ખેડૂતોને ખેત તલાવાડીમાં પ્લાસ્ટીક લેયર ફીટ કરી આપવાની યોજના અન્વયે ૪૦ તાલુકાઓની ૨,૬૩૬ અરજીઓનો જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે ઓનલાઈન ડ્રો યોજાયો

32
0

(G.N.S) dt. 23

ગાંધીનગર,

પાણીની અછત ધરાવતા ૧૦ જિલ્લાના ૮૬ તાલુકાઓમાં આશરે રૂ.૩૮ કરોડનાં ખર્ચે ખેત તલાવાડીમાં ૨૭.૩૦ લાખ ચો.મી.જથ્થામાં જીઓમેમ્બ્રેન-૫૦૦ માઈક્રોનના પ્લાસ્ટીક લેયર ફીટ કરી આપવાની યોજના અન્વયે ખેડૂત ખાતેદારો દ્વારા ઓનલાઈન અરજી કરવામાં આવી હતી.
આ અરજીઓના અનુસંધાને આજે તા.૨૩ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ મળેલી અરજીઓ પૈકી ૪૦ તાલુકાઓમાં ૨,૬૩૬ અરજીઓનો જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ઓનલાઈન ડ્રો યોજવામાં આવ્યો હતો.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, સમગ્ર યોજનાથી અંદાજે આશરે ૧૦૦ લાખ ઘન મીટર વરસાદી પાણીનો સંગ્રહ થશે જેના થકી ૨૪૦૦ હેકટર વિસ્તારને સપાટી જળથી સિંચાઈનો લાભ થશે અને ભૂગર્ભ જળનું ખેચાણ ઘટતા આ વિસ્તારોમાં ભૂગર્ભ જળની સ્થિતિમાં સુધારો થશે.

આ ઓનલાઈન ડ્રો કરાયો જેના પરિણામો પણ વિભાગની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ સિવાયના બાકી રહેતા તાલુકાઓમાં મળેલી અરજીઓ પૈકી પ્રાથમિક ચકાસણી બાદ પાત્રતા ધરાવતા તમામ અરજદારોની અરજીઓ મંજૂર કરવામાં આવનાર છે.

આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી અને વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે. પી. નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અમદાવાદ પશ્ચિમ લોકસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું મણિનગર માં ઉદ્ઘાટન
Next articleદીપિકા પાદુકોણ 2024માં હોલિવૂડ કરી શકે છે રાજ