Home મધ્ય ગુજરાત અમદાવાદ ખાણ-ખનિજ પ્રવૃતિમાંગેર કાયદેસર ઉપયોગમાં લેવાયેલા નકલી ઓર્ડરથી છોડાયેલા વાહનો તેમજ ગુન્હો કરનાર...

ખાણ-ખનિજ પ્રવૃતિમાંગેર કાયદેસર ઉપયોગમાં લેવાયેલા નકલી ઓર્ડરથી છોડાયેલા વાહનો તેમજ ગુન્હો કરનાર તમામની ધરપકડ કરાઈ છે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી

19
0

(G.N.S) dt. 14

ગાંધીનગર,

આવી ઘટના પુનઃ ન બને તે માટે આ નકલી ઓર્ડર બનાવવાની મોડસ ઓપરેન્ડીની તમામ વિભાગને સામેથી જાણ કરાઈ

ખાણ અને ખનીજ વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષોમાં રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર પકડાયેલા ટ્રેકને પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. જેને અસલી ટ્રક માલિકો દ્વારા ભૂસ્તરશાસ્ત્રીના નકલી હુકમો રજૂ કરીને ખોટી રીતે છોડાવી ગયેલા તમામ ટ્રકને પોલીસે પરત જપ્ત કર્યા છે. આ નવી મોડેસ ઓપરેન્ડી સાથે જોડાયેલા ૧૨ જેટલા ઇસમોની પણ ધરપકડ કરીને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે, તેમ ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા જણાવ્યું હતું.

ગૃહ રાજ્ય મંત્રી શ્રી સંઘવીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, છેવાડાના માનવીના કલ્યાણ માટે રાજ્ય સરકાર કોઈપણ યોજના અમલ બનાવતી હોય છે. રાજકોટ જિલ્લામાં બનેલી આ ઘટના એક નવીન મોડસ ઓપરેન્ડી હતી. ગ્રાફિક્સ ડિઝાઇનની મદદથી આ ઈસમો દ્વારા નકલી હુકમો બનાવ્યા હતા. આ ઘટના- ગેરરીતીને વહીવટી તંત્રએ સામેથી તપાસ કરીને પકડી છે. આ ઘટના બાદ આવી કોઈ પણ ગેરરીતી કે નકલી હુકમોની ઘટના ના બને તે માટે સાવચેતીના ભાગરૂપે તમામ વિભાગોને સામેથી જાણ કરી છે. આ પ્રકારની કોઈપણ ઘટના બનશે તો કોઈને પણ છોડવામાં નહીં આવે અને કડક સજા કરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ ગૃહમાં પેટા પ્રશ્નનો ઉત્તર આપતા ઉમેર્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદ શહેરમાં બંધ કેમેરાની મરામત માટે રાજ્ય સરકારે સ્પેશિયલ ફંડ ફાળવ્યું: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી
Next articleવાવાઝોડા કે આપત્તિના સમય નાગરિકોને સહાયરૂપ થવા રાજ્યના ૧૦ જિલ્લામાં ૭૬ આશ્રયસ્થાન કાર્યરત