Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદ શહેરમાં બંધ કેમેરાની મરામત માટે રાજ્ય સરકારે સ્પેશિયલ ફંડ ફાળવ્યું: ગૃહ...

અમદાવાદ શહેરમાં બંધ કેમેરાની મરામત માટે રાજ્ય સરકારે સ્પેશિયલ ફંડ ફાળવ્યું: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી

21
0

(G.N.S) dt. 14

ગાંધીનગર,

  • અમદાવાદ શહેરમાં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ૧૭૦૫ કેમેરા ઉપરાંત ગૃહ વિભાગના અનેક કેમેરાની બાજ નજર
  • ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ અમદાવાદ શહેરમાં વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩માં મળી કુલ ૨૦.૯૧ લાખ ઇ-મેમો ઇસ્યુ કરાયા
  • ઇસ્યુ કરેલા ઇ-મેમોથી વર્ષ ૨૦૨૨ અને વર્ષ ૨૦૨૩માં મળી કુલ રૂ. ૨૯.૦૪ કરોડથી વધુ રકમનો દંડ કરાયો

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહ ખાતે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમન માટે અમદાવાદ શહેરમાં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ૧૭૦૫ કેમેરા ઉપરાંત ગૃહ વિભાગ દ્વારા પણ અનેક કેમેરાઓ બાજ નજર રાખી રહ્યા છે. જેના પરિણામે રાજ્યમાં અનેક ગુનાના ડીટેક્શન અને પ્રિવેન્શનમાં મદદ મળે છે.

મંત્રી શ્રી સંઘવીએ ઉમેર્યું કે, શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત કેટલાક કેમેરાને મરામતની જરૂર છે. આ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સ્પેશિયલ ફંડ ફાળવી આ કેમેરાની મરામત કરી પુનઃ કાર્યરત કરવામાં આવશે

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ અમદાવાદ શહેરમાં વર્ષ ૨૦૨૨ દરમિયાન ૧૭.૪૩ લાખ તેમજ વર્ષ ૨૦૨૩ દરમિયાન ૩.૪૮ લાખ ઇ-મેમો ઇસ્યુ કરવામાં આવ્યા છે. જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા ઇસ્યુ કરેલા ઇ-મેમોથી વર્ષ ૨૦૨૨માં રૂ. ૨૫.૫૧ કરોડથી વધુ તેમજ વર્ષ ૨૦૨૩માં રૂ. ૩.૫૩ કરોડથી વધુ રકમનો દંડ કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેર ઉપરાંત અમદાવાદ જિલ્લામાં વર્ષ ૨૦૨૨ દરમિયાન ૨,૧૩૩ તેમજ વર્ષ ૨૦૨૩ દરમિયાન ૧૩,૨૯૩ ઇ-મેમો ઇસ્યુ કરવામાં આવ્યા છે. જે અન્વયે વર્ષ ૨૦૨૨માં રૂ. ૪.૫૮ લાખથી વધુ તેમજ વર્ષ ૨૦૨૩માં રૂ. ૩૧.૩૩ લાખથી વધુ રકમનો દંડ કરવામાં આવ્યો છે, તેમ મંત્રી શ્રી સંઘવીએ ઉમેર્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્યના ખેલપ્રેમી વિદ્યાર્થીઓ માટે ‘ઈન સ્કૂલ’ ખૂબ જ મહત્વપૂર્ણ યોજના: રમત-ગમત રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી
Next articleખાણ-ખનિજ પ્રવૃતિમાંગેર કાયદેસર ઉપયોગમાં લેવાયેલા નકલી ઓર્ડરથી છોડાયેલા વાહનો તેમજ ગુન્હો કરનાર તમામની ધરપકડ કરાઈ છે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી