Home વ્યાપાર જગત - BUSINESS ક્રુડ – ઓઈલના ભાવોમાં વૃદ્ધિને પગલે ભારતીય શેરબજારમાં ફંડોની દરેક ઉછાળે નફારૂપી...

ક્રુડ – ઓઈલના ભાવોમાં વૃદ્ધિને પગલે ભારતીય શેરબજારમાં ફંડોની દરેક ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૪.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૧૭૬.૫૦ સામે ૫૯૮૧૫.૭૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૫૦૯.૮૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૩૧.૭૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૬૬.૦૯ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૬૧૦.૪૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૦૧૭.૫૦ સામે ૧૭૮૯૭.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૮૩૭.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૭.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૭.૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૮૬૦.૨૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. આંતરરાષ્ટ્રીય મોરચે રશિયા પર યુક્રેનમાં યુદ્ધને લઈ યુરોપ, અમેરિકા દ્વારા નવા આર્થિક પ્રતિબંધો લાદવાના સંકેતે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધી આવી ભારતીય શેરબજારમાં સાવચેતી જોવા મળી હતી. આઈટી, ટેક, ફાઈનાન્સ અને બેન્કેક્સ શેરોમાં ફંડોની આક્રમક પ્રોફિટ બુકિંગ કરતાં ઈન્ડેક્સ બેઝડ તેજીને બ્રેક લાગી હતી અને ઘટાડો જોવાયો હતો. અલબત સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ફંડો, ખેલંદાઓએ જાણે કે તેજીનો નવા રાઉન્ડ શરૂ કર્યો હોય એમ તેજી કરી હતી. આઈટી, ટેક, ફાઈનાન્સ અને બેન્કેક્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ સામે આજે મેટલ, ઓઈલ એન્ડ ગેસ અને પાવર શેરોમાં તેજી થઈ  હતી. આ સાથે ટેલિકોમ, યુટીલીટીઝ અને એનર્જી શેરોમાં આકર્ષણ રહ્યું હતું.

રશિયા-યુક્રેન યુદ્વ બાદ ફરી કોરોનાનો ઉપદ્વવ વિશ્વભરમાં ફેલાવાના અને નવી લહેરની ચિંતા સાથે ચાઈના, હોંગકોંગ સહિતમાં ચિંતાજનક સ્થિતિ થવા લાગતાં અને વૈશ્વિક મોરચે ફુગાવો – મોંઘવારીની સમસ્યા વધી રહી હોઈ અને કોરોના – ઓમિક્રોનના પરિણામે વૈશ્વિક અર્થતંત્ર પર માઠી અસર પડી રહી હોઈ અને રશિયા – યુક્રેન યુદ્ધને પગલે પણ વૈશ્વિક શેરબજારોમાં હાલ સેન્ટીમેન્ટ ડહોળાયેલું છે. રશીયા – યુક્રેન વચ્ચે જીઓપોલિટીકલ ટેન્શન હજુ જોખમી પરિબળ હજુ યથાવત છે. આ જોખમી પરિબળો વચ્ચે ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ  શેરોમાં વેચવાલી કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૦.૧૬ લાખ કરોડ ઘટીને રૂ.૨૭૩.૫૭ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઈટી, ટેક, ફાઈનાન્સ, બેન્કેક્સ, હેલ્થકેર, ઓટો, રિયલ્ટી એફએમસીજી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને સીડીજીએસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૧૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૭૭ અને વધનારની સંખ્યા ૨૧૪૨ રહી હતી, ૯૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, મોંઘવારીને કારણે પડતર વધતા અને રશિયા – યુક્રેન યુદ્ધ તથા ચીનમાં કોરોનાનો હાઉ ફેલાતા માંગ નબળી પડતા માર્ચ મહિનામાં ભારતની ઉત્પાદન પ્રવૃતિઓ ૭ મહિનાના તળિયે પહોંચી હતી. જોકે ડેટા દર્શાવે છે કે સર્વિસ એક્ટિવિટીમાં સુધારો ચાલુ રહ્યો છે. માસિક રિપોર્ટ અનુસાર માર્ચ, ૨૦૨૨માં સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં સુધારો જોવા મળ્યો છે. માંગની મજબૂત સ્થિતિને કારણે ગત મહિને સર્વિસ સેક્ટરનો PMI ઇન્ડેક્સ ૫૩.૬ પર ૩ માસની ટોચે પહોંચ્યો હતો. જોકે આ દરમિયાન ઇનપુટ ખર્ચ ૧૧ વર્ષમાં સૌથી ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો છે. ફેબ્રુઆરીમાં S&P ગ્લોબલ ઇન્ડિયા સર્વિસિસ PMI ઇન્ડેક્સ ૫૧.૮ હતો, જે માર્ચમાં વધીને ૫૩.૬ થયો છે. સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં આ વધારો ગત વર્ષે ડિસેમ્બર, ૨૦૨૧ બાદનું સૌથી મોટું વિસ્તરણ રજૂ કરે છે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સતત આઠમા મહિને સર્વિસ સેક્ટરમાં ઉત્પાદનમાં ઉછાળો જોવા મળ્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સપ્લાય ચેન ખોરવાઈ ગઈ છે. માર્ચમાં ઈનપુટ ખર્ચમાં છેલ્લા 11 વર્ષોનો સૌથી તીવ્ર વધારો જોવા મળ્યો છે. જોકે રિકવરી પર બ્રેક નથી લાગી. છેલ્લા સાત મહિનામાં પ્રથમ વખત મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીની સરખામણીએ સર્વિસ સેક્ટરમાં ઇનપુટ પ્રાઈસ ઈન્ફલેશન વધુ ઝડપી હતો. ખાનગી ક્ષેત્રમાં ખર્ચનો બોજ લગભગ એક દાયકામાં સૌથી ઝડપી ગતિએ વધ્યો છે. કોરોનાના પ્રકોપને રોકવા માટે લાદવામાં આવેલા નિયંત્રણો હળવા થયા બાદ માંગમાં સુધારો જોવા મળ્યો છે. આ જ કારણ છે કે ગ્રાહકો બહાર જઈને ખર્ચ કરવા ઉત્સુક છે. સર્વિસ પ્રોવાઈડર્સોએ ૨૦૨૨માં અત્યાર સુધીના નવા વ્યવસાયમાં સૌથી ઝડપી વૃદ્ધિ નોંધાવી છે. જોકે ફુગાવાની ચિંતા ચોક્કસપણે સેન્ટિમેન્ટને મંદ કરી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્યસભામાં એક જ બિલ ઉપર 200 વાર મતદાન કેમ થયુ છે
Next articleભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે મણીનગરમાં કેસરીયા યુથ ફેડરેશન દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ કાર્યકમ યોજાયો
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.