Home ગુજરાત ગાંધીનગર કોઈને કઈં પણ સમસ્યા હોય તો સીધા મને કહો અંદરો અંદર ચર્ચા...

કોઈને કઈં પણ સમસ્યા હોય તો સીધા મને કહો અંદરો અંદર ચર્ચા કરવાના બદલે મને પૂછી લેવું : સી આર પાટીલ

73
0

(જી.એન.એસ),તા.૨૭

ગાંધીનગર,

કોઈને પણ કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો સીધા મને કહો, અંદર અંદર ચર્ચા કરવાને બદલે સીધા મને પૂછી લેવું તેવા કડક શબ્દો ગઈકાલે ભારતીય જનતા પાર્ટીની બેઠક દરમિયાન પ્રદેશ પ્રમુખ સી આર પાર્ટીલે ઉચ્ચાર્યા હતા અને તેમણે સ્થાનિક કક્ષાએ ચાલી રહેલા અસંતોષને ડામવાનો પ્રયાસ કર્યેા હતો. ધારાસભ્યો પ્રભારી જિલ્લ ા પ્રમુખ સાથે ની બેઠક દરમિયાન તેમણે આક વલણ અખત્યાર કયુ હતું.ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ૨૬ બેઠકોને વિધાનસભાની પેટા ચૂંટણીની પાંચે ઉમેદવારોની જાહેરાત કરી દીધા ની સાથે ગઈકાલે મહત્વની બેઠક કમલમ ખાતે બોલાવેલી હતી જેમાં વડોદરા સાબરકાંઠા વલસાડ પોરબંદર સુરેન્દ્રનગર રાજકોટ સહિતની બેઠક પર ચાલી રહેલા અસંતોષના સુર અને નારાજગીના માહોલ થી પરિચિત એવા પ્રમુખ સી આર પાટીલે કડક વલણ અખત્યાર કયુ હતું. સ્પષ્ટ્ર સંભળાવી દીધું હતું કે કોઈને કઈં પણ સમસ્યા હોય તો સીધા મને કહો અંદરો અંદર ચર્ચા કરવાના બદલે મને પૂછી લેવું.

દરેક ધારાસભ્ય પોતાના મતવિસ્તારમાં એક એક લાખની લીડ મેળવે તો પાંચ લાખની લીડનો લયાંક આસન કરી શકાય તેમ છે કોઈને પાંચ લાખ લીડમાં મુશ્કેલી લાગતી હોય તો અત્યારથી જ કહી દેવું આ પ્રસ્તાવ પર સૌએ કોઈ મુશ્કેલી નહીં હોવાનું જણાવ્યું હતું અત્યારે પાંચ લાખ લીડની કોઈ મુશ્કેલી છે એવું પૂછયું સૌએ ના પાડી હતી એ પછી પોણા પાંચ લાખ આવશે તો કોઈ બહાનું ચલાવે નહીં લઉ ,૧૫૬ ધારાસભ્ય ધરાવતી પક્ષની આ બેઠકમાં મુખ્યમંત્રી સહિત ૧૦૧ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા પાટીલે સ્થિતિ સ્પષ્ટ્ર કરતા કહ્યું હતું કે રાષ્ટ્ર્રીય નેતાગીરી દ્રારા ઉમેદવારોની પસંદગી થઈ છે ચૂંટણી માટે કોઈ એકને ટિકિટ આપી શકાય બધાને ટિકિટ આપી શકતા નહીં તમે સક્ષમ હશો તો પદ મળશે જ તમારા પ્રયાસ પ્રમાણિક હોવા જોઈએ. આ તકે તેમણે અપીલ કરી હતી કે આપણા ઉમેદવારની પસંદગી રાષ્ટ્ર્રીય નેતાગીરી એ કરી છે સૌએ આ નિર્ણયને આવકારી સભાઓ પ્રચાર શ કરી દેવો જોઈએ જનતાને વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને દસ વર્ષના કરેલો કામ ની જાણકારી આપો ભારતે વિકસિત રાષ્ટ્ર્ર બનાવવામાં વડાપ્રધાનના સંકલ્પને સૌ કોઈ સાથે જોડવાનું છે યુવા કાર્યકરોને ભાજપના ધ્વજ સાથેની ઝંડીઓ લગાવવા પડદા પોસ્ટર માટે થોડી શરમ આવતી હોય એમ લાગે છે પણ ઝંડીઓથી એક કેસરિયોમાં હોલ ઉભો થાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહેસાણામાં વિશ્વ ઉમિયા ધામના કાર્યક્રમમાં નીતિન પટેલ સ્ટેજ પરથી વિરોધીઓ પર વરસ્યા
Next articleએક તરફ ભાજપ ‘કોંગ્રેસ મુક્ત ભારત’ કરાવવા દોડ લગાવે છે, તો બીજી તરફ ‘કોંગ્રેસયુક્ત ભાજપ’ બનાવી રહી છે