Home ગુજરાત ગાંધીનગર કલોલ તાલુકાના કૃષિ મેળામાં ખેડૂતોને નિંદામણમાં જતી આયુર્વેદ ઔષધિની વિશેષ સમજ અપાઇ

કલોલ તાલુકાના કૃષિ મેળામાં ખેડૂતોને નિંદામણમાં જતી આયુર્વેદ ઔષધિની વિશેષ સમજ અપાઇ

25
0

(G.N.S) dt. 19

ગાંધીનગર,

આઠમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિતે કલોલ ખાતે કૃષિ મેળામાં આયુર્વેદ અંગેનો વિશેષ કાર્યક્રમ યોજાયો

જિલ્લા આયુર્વેદ તંત્ર, ગાંધીનગર દ્વારા કલોલ તાલુકામાં આઠમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ- ૨૦૨૩ની ઉજવણીના ભાગરૂપે તાલુકા કક્ષાના કૃષિ મેળામાં ખેડૂતો માટે ખાસ આયુર્વેદ અંગેના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયુર્વેદ કાર્યક્રમને જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબહેન પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 
જિલ્લા આયુર્વેદ તંત્ર દ્વારા કલોલ તાલુકાના કૃષિ મેળામાં યોજાયેલ આયુર્વેદ અંગેના વિેશેષ કાર્યક્રમમાં ખેડૂતો માટે આયુર્વેદના વિષય પર નાટક રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. હેમાંગિની બહેન આર્ય અને ડૉ ગાયત્રીબહેન પટેલ દ્વારા ખેતરમાં ઉગતી પરંતુ નિંદામણમાં જતી રહેતી આયુર્વેદ ઔષધિ જેવી કે ગોખરુ, ભોંય આંબલી, સાટોડી, શંખપુષ્પી જેવી દિવ્ય ઔષધિના ઉપયોગ વિશે સુંદર નાટક પ્રસ્તુત કરીને આયુર્વેદ ઔષધિના ઉપયોગ અંગેની વિસ્તૃત સમજ આપી હતી. તેમજ ઔષધિ વનસ્પતિનું વાવેતર કરી કેવી રીતે કરી શકાય તેની સમજ આપી હતી. ખેડૂતોને આ ઔષધોની ખેતી માટેની વિવિધ સરકારી યોજનાઓ અંગેની સેક્ટર ૨૦,ગાંધીનગર  ખાતે આવેલ ગુજરાત ઔષધિય વનસ્પતિ બોર્ડના વનસ્પતિ ઉદ્યાન માંથી મળી શકે છે તેમ જણાવ્યું.  આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ૨૦૨૩ ના ભાગરૂપે વિવિધ ધાન્ય જેવાકે બાજરી, કોદરી, જુવાર, રાગી, સામો જેવા બરછટ ધાન્ય વિશે સમજણ તથા શરીરમાં થતાં રોગો સામે લડવામાં આ ધાન્યો ની ઉપયોગિતા સમજ આપી હતી, તેવું જિલ્લા આયુર્વેદ અધિકારી ર્ડા. ભાવનાબહેન પટેલે જણાવ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્યમાં હોટલ અને સ્પાની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને સદંતર બંધ કરાવાશે : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
Next articleસિરામિક, એન્જિનિયરિંગ અને મશીન ટૂલ્સ આધારિત રાજયની પ્રથમ વાઇબ્રન્ટ પ્રિ-સમિટ રાજકોટ ખાતે યોજાઈ..