Home રમત-ગમત Sports ઓસ્ટ્રેલિયાનો પ્રથમ ટી20માં વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ વિકેટે રોમાંચક વિજય

ઓસ્ટ્રેલિયાનો પ્રથમ ટી20માં વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ વિકેટે રોમાંચક વિજય

45
0

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતા પોતાનું ફોર્મ પરત મેળવી ફિનિશરની ભૂમિકા નિભાવતા પ્રથમ ટી20માં વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ વિકેટે જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ અંતિમ બોલ બાકી હતો ત્યારે જ વિન્ડિઝનો 146 રનનો લક્ષ્યાંક પાર કરી લીધો હતો.

વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં નવ વિકેટે 145 રન કર્યા હતા જેની સામે ઓસ્ટ્રેલિયાએ 19.5 ઓવરમાં સાત વિકેટે 146 રન કરી રોમાંચક જીત નોંધાવીને બે મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી. મેથ્યુ વેડે 39 રનની અણનમ ઈનિંગ રમી હતી જ્યારે સ્ટાર્ક છ રન કરી નોટ આઉટ રહ્યો હતો.

ઓપનિંગમાં વોર્નર અને ગ્રીને 14-14 રનનું યોગદાન આપ્યું હતું. માર્શ ત્રણ રન કરી પેવેલિયન પરત ફર્યો ત્યારે ઓસ્ટ્રેલિયાએ 56 રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. મેક્સવેલ અને ડેવિડ પણ શૂન્ય રન પર આઉટ થતા ઓસ્ટ્રેલિયા પર એક તબક્કે સંકટ ઘેરાયું હતું. જો કે ફિન્ચ અને વેડ વચ્ચે 69 રનની મહત્વની ભાગીદારી થઈ હતી.

કોટ્ટરેલ અને જોસેફે બે-બે વિકેટ લીધી હતી જ્યારે હોલ્ડર, કેરિઆહ અને સ્મિથે એક-એક વિકેટ મેળવી હતી. વિન્ડિઝ ટીમની ફિલ્ડિંગ સાધારણ રહી હતી અને અંતિમ ઓવરમા બે વખત કેચ છોડ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. માયર્સે સર્વાધિક 39 રન કર્યા હતા જ્યારે ઓડિયન સ્મિથે 27 રન કર્યા હતા.

ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર જોશ હેઝલવુડે ચાર્લ્સ (3), કિંગ (12) અને પોવેલ (7) એમ ત્રણને પોતાના શિકાર બનાવ્યા હતા. સ્ટાર્ક અન કમિન્સે બે-બે તેમજ ગ્રીને એક વિકેટ મેળવી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેબીસીના સેટ પર અભિષેકે અમિતાભ બચ્ચનને આપી સરપ્રાઈઝ, દીકરાને ભેટી પડ્યા બિગ બી
Next articleઆઈસીસી ટી20 રેન્કિંગમાં નંબર વનનો તાજ ગુમાવ્યો સૂર્યકુમાર યાદવે