Home રમત-ગમત આઈસીસી ટી20 રેન્કિંગમાં નંબર વનનો તાજ ગુમાવ્યો સૂર્યકુમાર યાદવે

આઈસીસી ટી20 રેન્કિંગમાં નંબર વનનો તાજ ગુમાવ્યો સૂર્યકુમાર યાદવે

43
0

ભારતનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ આઈસીસી ટી20 રેન્કિંગમાં મોખરાના બેટ્સમેનનો તાજ ગુમાવ્યો છે. થોડા જ રેટિંગ પોઈન્ટ્સના તફાવતથી સૂર્યાકુમાર યાદવ બીજા ક્રમ સરક્યો છે જ્યારે પાકિસ્તાનનો મોમહ્મદ રિઝવાન ફરથી ટોચનો ટી20 બેટ્સમેન બન્યો છે. આઈસીસી દ્વારા બુધવારે ટી20 રેન્કિંગની જાહેરાત કરવામાં આવી હતી. સૂર્યકુમાર યાદવ 838 રેટિંગ પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને રહ્યો હતો જ્યારે મોહમ્મદ રિઝવાન 854 રેટિંગ પોઈન્ટ્સ સાથે પ્રથમ ક્રમે પહોંચ્યો હતો. બન્ને વચ્ચે ફક્ત 16 રેટિંગ પોઈન્ટ્સનો તફાવત છે.

સૂર્યકુમાર યાદવે 2022માં ધમાકેદાર શરૂઆત કરી છે અને તાજેતરમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામે ટી20 શ્રેણી 2-1થી પોતાના નામે કરી હતી. સૂર્યાકુમારે પ્રથમ બે ટી20માં અડધી સદી ફટકારવા સાથે ત્રણ મેચમાં 119 રન કર્યા હતા. હવે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર આગામી ટી20 વર્લ્ડ કપમાં સૂર્યકુમાર યાદવને ફરીથી ટોચના બેટ્સમેનનો તાજ પરત મેળવવાની તક છે. પાકિસ્તાનના બેટર મોહમ્મદ રિઝવાને ઈંગ્લેન્ડ સામેની સાત ટી20 મેચની શ્રેણીમાં 316 રન કરતાં તે સૌથી વધુ રન કરનાર પાક. બેટ્સમેન રહ્યો હતો.

પાક.ના વિકેટકીપર બેટ્સમેનને છઠ્ઠી મેચમાં આરામ આપવામાં આવ્યો હતો અને નિર્ણાયક મેચમાં તે ફક્ત એક રન કરી શક્યો હતો. સૂર્યકુમાર અને રિઝવાન વચ્ચે રેટિંગ પોઈન્ટ્સનમાં થોડો જ તફાવત છે અને સૂર્યકુમારે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટી20માં આઠ રન જ કરતા તે પોઈન્ટ્સમાં પાછળ રહી ગયો હતો. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ ત્રીજા ક્રમે યથાવત્ રહ્યો છે. ભારતના ઓપનર કે એલ રાહુલ સાત સ્થાનની છલાંગ સાથે 14માં ક્રમે પહોંચ્યો હતો.

આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાનો ક્વિન્ટન ડી કોક આઠ સ્થાનના ફાયદા સાથે 12માં ક્રમે, રિલી રોસો 23 સ્થાનના સુધારા સાથે 20માં ક્રમે અને ડેવિડ મિલર 10 સ્થાનની આગેકૂચ સાથે 29માં ક્રમે રહ્યા હતા. ઓસ્ટ્રેલિયન પેસર જોશ હેઝલવૂડ ટી20 બોલર્સ રેન્કિંગમાં ટોચના ક્રમે રહ્યો હતો. આફ્રિકાનો સ્પિનર તબરેઝ શમ્મસી અને ઈંગ્લેન્ડના આદિલ રશિદના રેન્કિંગમાં ત્રણ સ્થાનનો ઘટાડો થયો હતો.

અફઘાનિસ્તાનનો રાશિદ ખાન બીજા ક્રમે રહ્યો હતો. શ્રીલંકાનો વાનિંદુ હસરંગા ત્રીજા ક્રમે અને ઓસ્ટ્રેલિયાનો એડમ ઝામ્પા ચોથા ક્રમે રહ્યો હતો. દક્ષિણ આફ્રિકાનો કેશવ મહારાજ સાત સ્થાનના સુધારા સાથે ટોપ ટેનમાં પહોંચ્યો હતો. ભારતનો વરિષ્ઠ સ્પિનર આર અશ્વિનને 28 ક્રમના લાભ સાથે 20માં ક્રમે રહ્યો હતો. ઈંગ્લેન્ડનો રીસ ટોપ્લી નવ સ્થાનની આગેકૂચ થકી 14માં ક્રમે રહ્યો હતો. હાર્દિક પંડ્યા હોલરાઉન્ડર્સ રેન્કિંગમાં એક સ્થાન સરકીને પાંચમા ક્રમે રહ્યો હતો. અફઘાનિસ્તાનનો વરિષ્ઠ ખેલાડી મોહમ્મદ નબી મોખરાના ઓલરાઉન્ડર્સ તરીકે યથાવત્ રહ્યો હતો.

GNS NEWS

Previous articleઓસ્ટ્રેલિયાનો પ્રથમ ટી20માં વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ વિકેટે રોમાંચક વિજય
Next articleઅમદાવાદમાં સ્કૂલે ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા ના દીધા, વાલીઓએ કર્યો હોબાળો