Home મનોરંજન - Entertainment કેબીસીના સેટ પર અભિષેકે અમિતાભ બચ્ચનને આપી સરપ્રાઈઝ, દીકરાને ભેટી પડ્યા બિગ...

કેબીસીના સેટ પર અભિષેકે અમિતાભ બચ્ચનને આપી સરપ્રાઈઝ, દીકરાને ભેટી પડ્યા બિગ બી

43
0

હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચન ઘણા દાયકાઓથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યા છે. એટલું જ નહીં તેઓ પોપ્યુલર ક્વિઝ બેસ્ડ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ને હોસ્ટ પણ કરે છે. તેઓ અત્યારે આ શોની 14મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચનનો 11 ઓક્ટોબરે 80મો જન્મદિવસ છે. તેઓ 22 વર્ષથી કેબીસી સાથે જોડાયેલા છે. ત્યારે મેકર્સે મંચ પર અમિતાભ બચ્ચન માટે સરપ્રાઈઝ રાખી છે, જેને જોઈને બિગ બી રડી પડે છે. અમિતાભ બચ્ચનના બર્થડેનો સ્પેશિયલ એપિસોડ 11 ઓક્ટોબર, મંગળવારના રોજ ટેલિકાસ્ટ થશે.

શોનો એક પ્રોમો શેર કરવામાં આવ્યો છે. આ પ્રોમોમાં અભિષેક બચ્ચનની સરપ્રાઇઝ એન્ટ્રી થાય છે. આટલું જ નહીં, પ્રોમોમાં બિગ બીને ઇમોશનલ થતાં પણ બતાવ્યા છે. જયા બચ્ચન પહેલી જ વાર આ શોમાં જોવા મળશે. અભિષેક આ પહેલાં ઘણીવાર શોમાં આવી ચૂક્યો છે. પ્રોમોમાં જોઈ શકાય છે કે બિગ બી શોને હોસ્ટ કરતા હોય છે. ત્યારે અચાનક હોર્ન વાગે છે.

હૂટરનો અવાજ સાંભળીને અમિતાભ બચ્ચન સહિત સેટ પર હાજર રહેલા તમામ લોકો નવાઈમાં મુકાઈ જાય છે. ત્યાર બાદ અભિષેક ‘કભી કભી મેરે દિલ મેં ખ્યાલ આતા હૈ…’ ગાઈને એન્ટર થાય છે. દીકરાને જોતાં જ અમિતાભ બચ્ચન એકદમ ખુશ થઈ જાય છે અને ભેટી પડે છે. દીકરાને ભેટતી વખતે એકદમ જ અમિતાભ બચ્ચન ભાવુક થઈ જાય છે અને તેમની આંખોમાં પાણી આવી જાય છે.

બિગ બીના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ તેમની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ રિલીઝ થઈ હતી. આ ઉપરાંત તે ‘ગુડબાય’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેમણે ભાસ્કર પ્રજાપતિનો રોલ પ્લે કર્યો છે. ફિલ્મમાં રશ્મિકા મંદાના તથા નીના ગુપ્તા છે. અમિતાભ ‘ધ ઇન્ટર્ન’, ‘પ્રોજેક્ટ K’ તથા ‘ઊંચાઈ’માં પણ કામ કરી રહ્યા છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુસ્મિતા ટ્રાન્સજેન્ડર મહિલા ગૌરી સાવંતના નું પાત્ર નિભાવશે
Next articleઓસ્ટ્રેલિયાનો પ્રથમ ટી20માં વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ વિકેટે રોમાંચક વિજય